– 30 હજારના દારૂ સાથે 2ની ધરપકડ
વલસાડ : વલસાડ હાઇવે હાઇવે રૂરલ પોલીસે એક કાર અટકાવી ચેક કરતા 120 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 2 અમદાવાદીઓને કુલ 2 ,31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે એક કાર ન.GJ-27-CM-5230માં બોરીવલ્લીથી દારૂનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા પારનેરા પારડી ચંદ્રમોલેશ્વર મંદિર પાસે કારને અટકાવી ચેક કરતા કારમાં 120 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેની કિંમત રૂ.30 હજાર સાથે કાર ચાલક પ્રફુલ મહેશભાઈ જોશી અને મહેશ દેવશીભાઈ પરમારને ઝડપી પાડયા હતા.રૂરલ પોલીસે દારૂનો જથ્થો કાર અને મોબાઈલ મળી કુલ 2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે ગુનો નોંધી કોવિડ ટેસ્ટ કરવી આગળની તપાસ હાથ ધરી છે.
31 ડિસેમ્બર માટે લઈ જવાતો હતો
મહારાષ્ટ્રની દારૂની બોટલની ઊંચી કિંમત અમદાવાદમાં મળતી હોવાથી તેના મિત્રની કાર લઈને મુંબઈના બોરીવલ્લીથી દારૂનો જથ્થો ભર્યો હતો. 31 ડિસેમ્બર નિમિત્તે અમદાવાદમાં મહારાષ્ટની દારૂની બોટલોના ઊંચા ભાવ મળશે તેવી આશા રાખીને લઈ જઈ રહ્યો હતો.
કારખાનું બંધ થતા દારૂની ખેપ શરૂ કરી
લોકડાઉન શરૂ થતાં જરી ભરતનું કારખાનું બંધ થઈ ગયું હતું.પરિવારને ચલાવવા માટે દારૂની ખેપ શરૂ કરી હતી. 31 ડિસેમ્બરે દારૂની ડિમાન્ડ વધુ હોય ઊંચી કિંમત મળશે તેવી અપેક્ષાએ મિત્રની કાર લઈને જઈ રહ્યો હતો.


