રાજ્યમાં દિવસે અને દિવસે કોરોનાના પોઝીટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. ત્યારે પોલીસ ખડેપગે લોકોને મદદ કરી રહી છે અને રાહતકામગીરીમાં વ્યસ્ત છે. આવામાં કેટલાક લોકો પોલીસનો આભાર પણ માની રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેમના વખાણ પણ કરી રહ્યા છે પરંતુ વલસાડમાં એક એવી ઘટના ઘટી છે જેના કારણે તમને સ્થાનિક યુવક પર ગુસ્સો આવશે.
વલસાડમાં પોલીસકર્મી પર હુમલો કરવાના મોટા સમાચાર સામે આવ્યા છે. લોકોને ઘરમાં રહેવા જવાન અપીલ કરી રહ્યો હતો. ત્યારે બે યુવકો પોલીસકર્મીને તમાચો માર્યો હતો. જોકે આરોપી યુવક સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકડાઉન વચ્ચે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતી વલસાડ પોલીસ સાથે લોકોનો દુર્વ્યવહાર જોઇ સોશિયલ મીડિયામાં આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. લોકોને તેઓના વિસ્તારમાં અને ઘરમાં રહેવાની અપીલ કરતી વલસાડ પોલીસ પર હુમલો કરતા લોકો નજરે પડ્યા હતા. વલસાડ પોલીસના જવાન પર શહેરના તિથલ રોડ પર બે લોકોએ હુમલો કર્યો હતો. જવાન ને તમાચો મારી પોતાની હિમ્મત બતાવનર યુવક સામે કાર્યવાહી થઇ છે. વલસાડ શહેરની આ ઘટનાને લઈ યુવકો પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.