વલસાડ : વલસાડ તાલુકામાં કાર્ડધારકોને ઓછું અનાજ આપવાની ફરિયાદો મળતાં ધારાસભ્યએ રેશનિંગ દૂકાનોમાં ચેકિંગ હાથ ધરતાં દૂકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.ધારાસભ્યએ દૂકાનદારો અને ગ્રાહકોને માસ્કનું વિતરણ કરાયું
લોકડાઉનમાં એનએફએસ હેઠળના પાત્રતા ધરાવતા એપીએલ-1 અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે.પરંતું ઘણા દૂકાનદારો દ્વારા અનાજનો નિયત જથ્થો ઓછો આપવાની ફરિયાદો કરતાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે લાભાર્થીઓની ફરિયાદો ધ્યાને લઇ જાતે જ દૂકાનોમાં પહોંચી અનાજ વિતરણ પ્રક્રિયા પર વોચ રાખવાનું શરૂ કર્યું છે.વલસાડ શહેરના ધોબીતળાવ,રાખોડિયા તળાવ,લુહાર ટેકરા તથા તાલુકાના પારડીપારનેરા અને વેજલપોર ગામે ધારાસભ્યએ રેશનિંગની દૂકાનો ઉપર જઇને દૂકાનદારો પાસે અ્નાજના જથ્થાની વિગતોની ચકાસણી કરી હતી.ત્યારબાદ જેટલા કાર્ડધારકો અનાજ લેવા નોંધાયા છે તેના પ્રમાણમાં અનાજનો પુરો પાડવામાં આવેલો પુરવઠા મુજબ અનાજનું વિતરણ કરાય કે તેમ તેના પર નજર રાખી હતી.ધારાસભ્યએ વિતરણ પ્રક્રિયાની ચકાસણી કરીદૂકાનદારો અને ગ્રાહકોને માસ્કનું પણ વિતરણ કરાયું હતુ.