વલસાડનાં કલ્યાણ બાગનાં ચાર રસ્તા નજીક આવેલી દુકાનોને તોડી નાખવાની નોટિસ વલસાડ નગર પાલિકા દ્વારા આપવામાં આવી હતી.જે સંદર્ભે વેપારીઓ દ્રારા એડિશનલ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.
વલસાડ નગર પાલિકા દ્રારા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં આવેલી દુકાનો દ્વારા સરકારી જગ્યામાં કરવામા આવેલા દબાણ હટાવાની જુબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે વલસાડ શહેરનાં મુખ્ય માર્ગ પર આવેલ કલ્યાણ બાગ સર્કલ પાસે આશરે 25 વર્ષથી આવેલી દુકાનોને નગર પાલિકા દ્વારા તોડી નાખવાની નોટિસ આપતા વેપારીઓએ વલસાડ જિલ્લા એડિશનલ કલેકટરને રજૂઆત કરી છે.આ વિસ્તારમાં આશરે 85 થી વધુ નાની મોટી દુકાનો આવેલી છે.અચાનક જ પાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા રાતો-રાત નોટિસ ફટકારી ત્રણ દિવસમાં દુકાનો તોડી પાડવાની નોટિસ આપતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.


