વલસાડ : વલસાડમાં નોપાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલી આરએફઓની કાર લોક કરી દંડનીય કાર્યવાહી કરી હતી.ટ્રાફિક પોલિસે રોડને નડતર કાર પાર્ક કરવા સામે પોલિસે લાલ આંખ કરતા વાહચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડમાં રોડ પર ટ્રાફિક સરળ થાય તે માટે નોપાર્કિંગ ઝોન અને રોડની બાજૂમાં ટ્રાફિકમાં અવરોધરૂપ પાર્ક કરાતા વાહનો સામે કાર્યવાહીમાં જૂની કલેકટર કચેરી પાસે આરએફઓની કાર લોક કરી દીધી હતી.આ કાર રોડને લગોલગ પાર્ક કરાતા ટ્રાફિકને મુશ્કેલી નડતાં ટ્રાફિક જામ થવાથી અન્ય વાહનચાલકોને હાલાકી નહિ ભોગવવી પડે તે માટે સિટી ટ્રાફિક પોલિસે જૂની કલેકટર કચેરી પાસે આરએફઓની કારને લોક કરી દંડકીય કાર્યવાહી કરી હતી.ટ્રાફિક પોલિસની આ કાર્યવાહીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અન્ય ચાલકોમાં ફફડાટ પેસી ગયો હતો.


