વલસાડ સીટી પોલીસ મથકે મહિલા કોસ્ટબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા કોન્ટેબલનું ગત મોડી રાત્રીએ તિથલના દરિયામાં ડૂબી જતા મોત થયું છે.ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.આ આત્મહત્યા છે કે અકસ્માત એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જોડાઈ હતી.ગઈકાલે રાત્રે વલસાડના તિથલ બીચ ખાતે ડૂબી જતા મોત થયું છે.વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક વલસાડના તિથલ બીચ ખાતે પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જો મેળવ્યો હતો.તિથલ બીચથી લાશનો કબ્જો મેળવી મહિલા WLRPCએ ક્યાં આપઘાત કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યો છે.પોલીસે પૂજાની લાશનો કબ્જો મેળવી લાશને PM માટે મોકલાવી છે.