વલસાડ, 27 મે : બીલીમોરા રેલવે આઉટ પોષ્ટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને આઉટ પોસ્ટની પાછળ આવેલી રૂમમાં જ યુવતી સાથે દુષ્ક્રર્મ આચર્યું.જો કે,બંને 3 વર્ષ અગાઉ જોડે રહ્યાં બાદ લેખિત કરાર કરી છુટા પડ્યા હતા.તેમજ કોન્સ્ટેબલે યુવતીને ભરણ પોષણ પેટે 5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.તેમ છતાં તે બાદ પણ યુવતીને મળવા બોલાવી અધમ કૃત્ય કરતા યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસમાં ચકચાર મચી ગઇ છે.
વલસાડમાં બીલીમોરા આઉટ પોસ્ટ ઉપર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ બાબુ ગરાસિયા જે એક યુવતી સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં સાથે રહેતા હતા. બાદમાં તેના સંબધમાં વિપેક્ષ પડતા તેમને બંનેએ છુટા પડવાનું નક્કી કર્યું.જ્યારે તા. 18 ડિસેમબરના રોજ તેમને લખાણ કરી પોતાની મરજીથી છુટા પડ્યા હતા.જો કે,તે સમયે આશિષ દ્વારા યુવતીને ભરણ પોષણ પેટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જે મુજબ તા. 18 ડિસેમ્બરના રોજ 1 લાખ રૂપિયા અને 28 જાન્યુઆરી ના રોજ 4 લાખ આપવામાં આવ્યા હતા.પરંતુ ભોગ બનનાર યુવતીને આશિષ ગરાસિયાએ ફરીથી બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર મળવા બોલાવી લગ્નની લાલચ આપી ફરીથી આઉટ પોસ્ટની પાછળના ભાગે દુષ્ક્રર્મ આચર્યું હતું.જે અંગે યુવતીએ જી.આર.પી બીલીમોરાના કોન્સ્ટેબલ આશિષ ગરાસિયા વિરુદ્ધ વલસાડ પોલીસ મથકે પોલિસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે કોન્સ્ટેબલ સામે દુષ્ક્રર્મની કલમ નોંધીને આગળની તપાસ પી.આઈ નિરંજન કરી રહ્યાં છે.નોંધનીય છે કે,બંને અગાઉ લિવ ઇન રિલેશનશિપમાં સતત 3 વર્ષ જોડે રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યા બાદ છુટા પડ્યા હતા.તેમજ ફરીથી કોન્સ્ટેબલએ દુષ્કૃત્ય આચરતા પોલીસ બેડાંમાં ચકચાર મચી ગઇ છે.હાલ કોન્સ્ટેબલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે