વલસાડ, 03 જૂન : વલસાડમાં વધુ બે કેસ નિકળતાં કુલ દર્દીઓની સંક્રમણથી કેસની સંખ્યા વધીને 6 થઇ છે.જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 43 પરથી વધીને 45 પર પહોંચી ગઇ છે.હાલમાં જે નવા બે કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં વલસાડ શહેરના ખડકી ભાગડામાં રહેતા 61 વર્ષીય વૃધ્ધા મુંબઇના વિલેપાર્લેમાં રહેતા તેમના દીકરીને મળવા ગયા બાદ વલસાડ આવ્યા હતા.જેમના સેમ્પલ લેવાયા બાદ કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.જ્યારે બીજા કેસમાં શહેરના હાલર રોડ ઉપર રહેતી કોરોના ગ્રસ્ત 84 વર્ષીય માતાને મળવા આવેલા 56 વર્ષીય પૂત્ર સંક્રમિત થતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આ બંન્ને દર્દીઓનો મંગળવારે કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.જેમને કોવિડ-19 સિવિલમાં આઇસોલેશન છે.
જિલ્લા કોરોના અપડેટ
સેમ્પલની સંખ્યા- 3661 (1 પેન્ડિંગ)
નેગેટિવ કેસો- 3615
કુલ પોઝિટિવ કેસ- 45
અન્ય જિ.,રાજ્યના પોઝિટિવ- 10
અન્ય જિ.,રાજ્યના ડિસ્ચાર્જ- 04
જિલ્લાના પોઝિટિવ કેસ- 35
એક્ટિવ કેસ(જિ.,અન્ય જિ.)- 25
ડિસ્ચાર્જ (જિલ્લા,જિ.બહારના)- 19
મૃત્યુ સંખ્યા- 01
ટ્રાવેલ હિસ્ટ્રી
–>દર્દી 1. મુંબઇ નરીમાન પોઇન્ટ,વિલે પાર્લેમાં રહેતી દીકરીને મળવા ખડકીભાગડાના 61 વર્ષીય વૃધ્ધા ગયા હતા.ત્યાંથી 17 મેના રોજ તેઓ વલસાડ નિવાસ સ્થાને આવતાં તેમને કોરન્ટાઇન કરાયા હતા.તબીયત ખરાબ જણાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
–>દર્દી 2.વલસાડના તિથલ ચાર રસ્તા નજીક હાલર રોડ પર દિવ્યાંગ એપાર્ટમેન્ટમાં રહેતી કોરોના ગ્રસ્ત 84 વર્ષીય બિમાર માતાને મળવા માટે તેમના પૂત્ર વડોદરાથી આવ્યા હતા.મૂળ વલસાડના પૂત્ર છેલ્લા 6 માસથી વડોદરા નોકરી કરે છે.તેઓ માતાની ખબરઅંતર માટે મળવા આવતાં સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે.