વલસાડ,02 જૂન : વલસાડ પાલિકાના વેરાદારને વર્ષ 2020-21 અંતર્ગત 12 કરોડના વેરા લક્ષ્યાંકને પાર પાડવા એડવાન્સ ટેક્સની વસુલાત માટે માગણાંના બિલો રવાના કરાયા હતા.પાલિકા દ્વારા એપ્રિલ 2020 થી માર્ચ 2021ના એડવાન્સ વેરાની વસુલાત માટે મહત્તમ વસુલાત થઇ શકે તેે માટે મિલકતધારકોને વળતર આપવાની સ્કીમ હેઠળ રાહત મળે તેવા હેતુ સાથે કાર્યવાહી હાથ ધરાઇ છે.માગણાંના બિલની રકમ ઉપર 10 ટકા રિબેટનો લાભ તમામ મિલકતધારકોને મળવા પાત્ર થશે. 1 જૂનથી આ સ્કીમ શરૂ કરવા માટે પાલિકા તંત્રએ હાઉસ ટેક્સ શાખામાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. પ્રથમ દિવસે પાલિકાના શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકીએ તેમના મકાન તથા દૂકાન મિલકતના 14.500નો ચાલૂ વર્ષનો વેરો ભરવાની પ્રથમ નોંધણી કરાવતા તેમનું તેમજ ઉપપ્રમખ ઉર્મીબેન દેસાઇ,ચેરમેન ભરતપટેલે પણ ટેક્સ જમા કરાવતા આ સભ્યોનું પૂષ્પ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.પાલિકા સીઓ જે.યુ.વસાવા,ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડની ટીમ દ્વારા મિલકતધારકોને તમામ સુવિધા પૂરી પાડી છે.સોનલ બેન સોલંકી તથા પાલિકાના અધિકારીઓએ મિલકતધારકોને તડકાથી રક્ષણ માટે મંડપ,બેઠક વ્યવસ્થા તથા કચેરીમાં સેનેટરાઇઝિંગ,સાબુની વ્યવસ્થા કરી છે.
48 હજાર ધારકોને સ્કીમનો લાભ મળશે.વલસાડ શહેરમાં પાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ રહેણાંક વિસ્તારોની 40 હજાર મિલકતોના એડવાન્સ ટેકસની વસુલાત જૂનથી શરૂ થઇ છે. જ્યારે 8 હજાર કોમર્શિયલ મિલકતોના માલિકોને પણ 10 ટકા વળતરની સ્કીમનો ફાયદો મળશે.આમ તમામ મિલકધારકોને જૂનના એક માસ સુધી જમા કરાવવા માટે રિબેટ મળવા પાત્ર થશે. વેરો ભરનારનું સ્વીટ ખવડાવી મીઠુ મોઢુ કરાવાયું હતું.