વલસાડ,22 મે : વલસાડ જિલ્લામાં 29 વેપારી ગ્રાહક સુરક્ષાના સાણસામાં ભેરવાયા હતા.આ તમામને કુલ 48 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.25 માર્ચથી લોકડાઉન શરૂ કરી લોકોને જરૂરી ચીજવસ્તુઓ નિયત ભાવે મળી રહે અને તેની વધુ કિમત વસુલ કરનારા સામે કાર્યવાહીના સંકેત આપ્યા હતા.જો કે વલસાડ કલેકટર સી.આર.ખરસાણે વારંવાર દૂકાનદારોને આદેશો કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની નિયત કિમત કરતા વધુ ભાવ ન લેવા તાકીદ કરવા છતાં આ પ્રવૃત્તિ જોવા મળતાં કડક કાર્યવાહી કરવા સૂચના જારી કરી હતી.જેમાં મદદનીશ તોલમાપ નિયંત્રણ કાનૂની વિજ્ઞાન તથા જિ.ગ્રાહક સુરક્ષા અધિકારી જે.આર.ગરાસિયાની ટીમ વલસાડ,વાપી અને કપરાડાના ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત રાહે ઉતરી પડી હતી.જેમાં કુલ 29 દૂકાનોમાં ચેકિંગ કરતાં એમઆરપી કરતાં વધુ ભાવ વસુલતા 29 વેપારી ઝડપાઇ ગયા હતા.જેમને કાયદા હેઠળ 48 હજારનો દંડ ફટકારાયો હતો.
વધુ ભાવો વસુલ કરવા તથા પેકેજ્ડ કોમોડિટીઝ કાયદાનો ભંગ,ઇલેકટ્રિક સ્કેલની ચકાસણી માટે વજન ન રાખવા, બેદરકારી જેવી પ્રવૃત્તિ મામલે દંડનીય કાર્યવાહી કરાઇ છે. -જે.આર.ગરાસિયા,જિ.ગ્રાહક સુરક્ષા અધિકારી