વલસાડ, 18 જૂન : વલસાડ ઉંટડી ગામમાં આવેલા કિશોરભાઈ આહિરના તબેલામાં લોકડાઉન પહેલા મજૂરી કામ કરવા એક મહિલા સાથે આવ્યા હતા.બંને મિત્રો સાથે આવેલી બનાસકાંઠાની પરિણીતા સાથે બંને યુવાનોનો ત્રિકોણીય પ્રેમ સંબંધ હતો. બુધવારે બપોરે 2 યુવાન મિત્રોએ આંબાના ઝાડ પર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પરીણિત મહિલા સાથે બંને મિત્રોને એક બીજાના પ્રેમ સંબંધની જાણ થતા પગલું ભર્યું.વલસાડ તાલુકાના ઉંટડી ગામમાં કિશોરભાઈ જોગીભાઈ આહિરના ભેંસના તબેલામાં ફેબ્રુઆરી માસમાં બનાસકાંઠા રહેતો ગોપાળ રબારી, ઉ.વ.25,તેનો મિત્ર પ્રવીણ રાવલ,ગ.વ.25 અને તેની પત્ની જસીબેન ઠાકોર,સાથે ભેંસના તબેલામાં મજૂરી કરવા આવ્યા હતા.લોકડાઉન દરમિયાન જસી ઠાકોર સાથે ગોપાળ રબારીનો પ્રેમ સંબંધ થઇ ગયો હતો.બંને મિત્રોને એક બીજાના પ્રેમ સંબંધની જાણ થઇ હતી.6 દિવસ પહેલા જસી ઠાકોર તેના ઘરે જતી રહી હતી.બુધવારે બપોરે બેંને મિત્રોએ તબેલા નજીક આવેલા આંબાના ઝાડની એકજ ડાળીએ ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક હાથ ધરી હતી.બંને યુવાનોના પરિવાર જનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.
લોકડાઉન દરમિયાન ગોપાળ સાથે પ્રેમ સંબંધ થયો.બનાસકાંઠાથી મિત્રની પ્રેમિકાને ભગાડી ઉંટડી ભેંસના તબેલામાં મજૂરી કરવા આવ્યા હતા. ભેંસના તબેલામાં એક ઓરડીમાં પરિણીતા અને 2 મિત્રો રહેતા હતા.લોકડાઉન દરમિયાન ગોપાળ સાથે જસીનો પ્રેમ સંબંધ થઇ ગયો હતો.એની જાણ પ્રવીણને થતા જસીને તેના ઘરે જવા જણાવ્યું હતું. બેનને મિત્રો સમજી ગયા હતા કે,મહિલાના કારણે દોસ્તી જોખમાસે તેથી બુધવારે સાથે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.
2 મિત્રો એક મહિલા સાથે તબેલામાં મજૂરી કરવા રાખ્યા હતા.ફેબ્રુઆરી માસમાં બનાસકાંઠાથી ફોન ઉપર આવ્યો હતો. ભેંસના તબેલામાં 2 ભાઈઓને મજૂરી આપવા જણાવ્યું હતું. સાથે એક મહિલા છે તેને મજૂરી ન આપશો તો ચાલશે તેમ જણાવ્યું હતું. તબેલા નજીક ઓરડીમાં ત્રણેય સાથે રહેતા હતા.થોડા દિવસ પહેલા મહિલા તેના ઘરે જતી રહી હતી.આજે બંને મિત્રોએ આંબાના ઝાડની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાને લઇ પોલીસ દ્વારા પુછપરછ કરાઇ રહી છે.
બનાસકાંઠાની એક પરિણીતાને લોકડાઉન પહેલા ભગાડી લાવ્યા હતા.બનાસકાંઠા રહેતા 2 મિત્રો લોકડાઉન પહેલા એક પરિણીતા જસી ઠાકોરને પ્રવીણ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને ભગાડી ઉંટડી ગામે લાવ્યા હતા.જે દરમિયાન જસી અને ગોપાળ સાથે પ્રેમ સંબંધ થયો હતો.બંને મિત્રો વચ્ચે દરાર ન પડે તે માટે જસીને તેના ઘરે 6 દિવસ પહેલા મોકલી આપી હતી. પ્રિ-પ્લાન કરીને બંને મિત્રોએ ખાટલા ભરવાની કાથા દોરી વડે આંબાના ઝાડની ડાળીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.