વલસાડ, 08 જૂન : પોલીસને મળેલ બાતમીના આધારે શનિવારની સાંજે 6.30 કલાકે એકલારા મોટાવાડા ખાતે ધર્મેશભાઈ મગનભાઈ આહીરની વાડીમાં છાપો માર્યો હતો.જ્યાં છુપાવેલ દારૂ બિયરની 888 બોટલ જેની કિંમત રૂ.76800નો જથ્થો મળી આવ્યો હતો.વાડીમાંથી પરિમલ ઉત્તમભાઈ ધોડી (રે,એકલારા,મંદિર ફળિયા)ને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી એક મોબાઈલ નંગ રૂ.3000 સાથે 79800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જેમની સાથે બે વ્યક્તિ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.લોકડાઉન સમયે આ વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વાતો પીદ્ધડો માં વહેતી થઈ હતી.જ્યારે અન્ય એક બનાવ માં બોરીગામથી ઓટોરિક્ષા માં લઇ જવાતો 2400 નો દારૂ સાથે ચાલક ને ભીલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો.