By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ કલેકટર આર.આર.રાવલે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ કલેકટર આર.આર.રાવલે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી
GeneralSouth Gujarat

વલસાડ કલેકટર આર.આર.રાવલે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી

HM News
Last updated: 11/06/2020 10:58 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 10 જૂન : વલસાડ જિલ્લામાં વાસ્મો દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનું ક્રોસ ચેકિંગ કરાશે,તેમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠકમાં જિલ્લા કલેકટર આર.આર. રાવલે જણાવ્યું હતું.બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ લોકોને પાણી યોજના હેઠળ આવરી લેવાય તે મુજબની સઘન કામગીરી કરવી જરૂરી છે.દરેક વિભાગે વિવિધ યોજના સંકલનમાં રહી કરવામાં આવે તો પાણીના પ્રશ્નનો મહદ અંશે નિકાલ લાવી શકાય.દરેક યોજનાનું જાત નિરીક્ષણ કરી અમલવારી કરવા પણ જણાવ્યું હતું.

વાસ્મોના કાર્યપાલક ઇજનેરે પ્રેઝન્ટેશન દ્વારા વાસ્મો સંચાલિત યોજનાની જાણકારી આપી હતી.જિલ્લા જળ અને સ્વચ્છ્તા સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધની બહાલી આપતાં વાસ્મો દ્વારા 341 ગામોના 1538 આવરી લેવાયા છે,જ્યારે નવી સુચિત ગ્રામ્ય પાણી પુરવઠા યોજના નલ સે જલ યોજના હેઠળ રૂા.511.19 લાખના ખર્ચે 30 ગામોમાં 30 યોજના મંજુર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.જિલ્લા કલેકટર આર.આર. રાવલે પાણી પુરવઠા વિભાગ,જળ સંચયના કામો, આયોજન મંડળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીય, પ્રાયોજના વહીટદારની કચેરી, આરોગ્ય વિભાગ, વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી સી.એમ ડેસ્ક‍ બોર્ડ અંગે વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા કરી જરૂરી સુચનો કર્યા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર એન.એ. રાજપૂત, પ્રોબેશનર આઇ.એ.એસ. જાસ્મિનકુમારી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

ગુજરાતમાં કોંગ્રેસના ક્યા બીજા બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાની ચર્ચા ? સ્પીકરે શું કહ્યું ?
કડોદરા પાલિકાએ ડ્રેનેજનું પાણી નહેરમાં છોડયુ
અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર
વિધાનસભા પેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી
ગુજરાતના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ. 19,685 કરોડની જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article રોજગાર કચેરી વલસાડમાં નામ નોંધણી રીન્યુઅલ કરવાની મુદત લંબાવાઇ
Next Article દમણમાં હોટલો ખોલવાની તૈયારી શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up