વલસાડ,13 જુલાઈ : વલસાડ જિલ્લા અને દમણ,દાદરા નગરહવેલી કેટરર્સ એસોસિએશન દ્વારા આગામી ઓક્ટોબરમાં આવનારા પ્રસંગોને લઇ કેટરિંગના વ્યવસાયને છુટ આપવા માગ કરાઇ છે.છેલ્લા 4 માસથી વ્યવસાય ઠપ્પ થઇ જતાં સરકારની મદદ માટે ઘા નાંખવામાં આવી છે.કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં માત્ર 50 વ્યક્તિની છૂટ હોવાથી વ્યવસાયને નુકસાની થઇ છે.જેને બેઠા કરવા સરકાર આગામી ઓક્ટોબર 2020માં મોટા પ્રસંગોને કોવિડ-19ની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવાની શરતોને આધિન પ્રસંગોમાં 500 વ્યક્તિની પરવાનગી આપવામાં આવે તેવી માગ કરાઇ છે.ધંધો બંધ થઇ જતાં જીએસટીમાં પણ છૂટની માગણી કરાઇ છે.અનલોકથી આ વ્યસાયને કોઇ ફાયદો થયો ન હોય સરકારની ગાઇડલાઇનના પાલન સાથે ધંધો કરવા અને રોજગારી મળે તે માટે પરવાનગી આપવા દાદ મગાઇ છે.