વલસાડ, 19 મે : વલસાડ જિલ્લામાં સોમવારે માત્ર 1 જ દિવસમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે.સોમવારે ધરમપુરના રાજપુર તલાટ ગામે એક દંપતિ અને તેમની 7 વર્ષીય પૂત્રી તથા વાપીના ગોદાલગરમાં 39 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવતાં જિલ્લામાં ફફડાટ ફેલાય ગયો હતો.એક જ દિવસમાં 4 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી ગઇ હતી.
વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો 15 ઉપર પહોંચી ગયો છે, વાપી ગોદાલ નગરમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તેના પિતા, પિતરાઈ ભાઈ અને તેની પિતરાઈ બહેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જે બાદ ધરમપુરના રાજપુરી તલાટ ગામે રહેતા જેઓ પરિવાર સાથે મુંબઈથી પરત આવ્યા હતા.તેમજ ગોદાલનગર અન્ય એક યુવકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ જિલ્લાનો કોરોનાનો આંકડો 15 ઉપર પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 10 કેસ એક્ટિવ છે જ્યારે 4 સ્વસ્થ્ય થઈ તેઓ ઘરે પરત ફર્યા છે.મહત્વનું છે કે,હાલ વાપી ગોદાલ નગર ઉમરસાડી અને બલિઠા જેવા વિસ્તારને કંટાઇનમેન્ટ ઝોનમાં નખવામાં આવ્યા છે તો હવે ધરમપુરમાં એક જ પરિવાર ના ત્રણ કેસ મળી આવતા રાજપુરી તલાટ ગામને પણ કંટાઇનમેન્ટ ઝોનમાં નખવામાં આવશે.
કારનો ડ્રાઇવર દંપતિને મૂકી પરત થઇ જતા તેનો પત્તો મેળવી શકાયો નથી.મળતી માહિતી મુજબ મુંબઈથી આવેલી ઇનોવાનો નંબરની તેમની પાસે માહિતી નહી હોવાની સાથે પરમીટ પણ ઇનોવા ચાલક પરત લઈ ગયો હતો.જેના કારણે કારચાલક મુંબઇમાં ક્યાં રહે છે તેનો કોઇ પત્તો કે સરનામુ નથી.આમ છતાં તંત્રએ ગામમાં પુછપરછ કરી તેઓના સંપર્કમાં આવેલા હોય તો કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આ વિસ્તારને ક્લસ્ટર કરી બંદોબસ્ત ગોઠવ્યો છે.
કલસ્ટર કન્ટેન્મેન્ટ અને બફર ઝોનમાં સંપૂર્ણ પ્રતિબંધ લડી દેવામાં આવ્યો છે.ધરમપુરના રાજપૂરીતલાટ ગામ તથા વાપી ગોદાલનગર વિસ્તારને કલસ્ટર કન્ટેન્મેન્ટ જાહેર કરાયા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાય સંપૂર્ણ અવજવર પર રોક,આવશ્યક ચીજવસ્તુઓ પાલિકા દ્વારા હોમડિલીવરીની વ્યવસ્થા કરાશે.બફર ઝોનમાં સવારે 8 થી11 આવશ્યક ચીજવસ્તુઓ માટે મુક્તિ રહેશે,પરંતું સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,માસ્ક અને દૂકાનદારોને માસ્ક,હેન્ડગ્લોઝ ફરજિયાત રહેશે.
20 એપ્રિલે ધરમપુરના આસુરા,ઉમરગામના દહેરી,વલસાડના ડુંગરી મળી 3 કેસ નોંધાયા હતા.24 એપ્રિલ બાદ કેળવણી ગામે સગર્ભા મહિલા અને આશાવર્કર મળી 2 કેસ,ત્યાર બાદ વાપીના બલીઠામાં 1 કેસ,વાપી ગોદાલનગરમાં 16 મે 2 કેસ,17 મે ના રોજ 3 કેસ,18 મે 4 કેસ કોરોના પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે.


