બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી જે દરમિયાન ચિરાગભાઈ જ્યંતિભાઈ અને ભરતભાઇ ગાભાભાઈ અને અમરતજી રાધાજી નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે વલસાડ રુલર પોલીસ મથક તેમજ ડુંગરી પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપી શોએબ નઇમ અંસારી(રહે.આર્ય રેસિડેન્સી રૂમ 341 કારેલી ગામ તાં.પલસાણા જી.સુરત મૂળ રહે મોતિહાર બિહાર)તેમજ ઉત્તમ ચંદ્રમાં દુબે(ઉ.વ.22 રહે.106 સ્વર્ગ વીલા સોસાયટી કારેલી તાં.પલસાણા જી.સુરત મૂળ.બકસર બિહાર) બને ને પોતાની સોસાયટીના ગેટ પરથી જ અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા ગુન્હાની કબૂલાત કરી હતી બને ને વલસાડ રુલર પોલીસ મથક તેમજ ડુંગરી પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથધરી છે


