By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ જિલ્લા ના સોળસુંબા ગામે સરપંચ ઉપર જીવલેણ હુમલો,ઘર સળગાવી દેવાની ધમકી થી ચકચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ જિલ્લા ના સોળસુંબા ગામે સરપંચ ઉપર જીવલેણ હુમલો,ઘર સળગાવી દેવાની ધમકી થી ચકચાર
GeneralSouth Gujarat

વલસાડ જિલ્લા ના સોળસુંબા ગામે સરપંચ ઉપર જીવલેણ હુમલો,ઘર સળગાવી દેવાની ધમકી થી ચકચાર

HM News
Last updated: 27/07/2020 6:55 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સોળસુમ્બા ગામના સરપંચે 15 જેટલા યુવાનો એ પોતાના ઉપર હૂમલો કર્યો હોવા અને આ યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મુદ્દો અહીં ભારે ચર્ચામાં રહ્યો છે.આ અંગે સરપંચ અમિત પટેલે જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક યુવાનો છેલ્લા બે અઢી મહિનાથી ગામની પંચાયત અને સરપંચ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ખોટી અફવાઓ ફેલાવતા હતાં. જેથી આ યુવાનોને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી ચેતવ્યા હતાં. તેમ છતાં ભડકાઉ પોસ્ટ કરતા હતાં.જે સંદર્ભે ફરી એકવાર તેમને સમજાવવામાં આવ્યા હતા પરંતુ મળવાના બહાને આવેલા 15 જેટલા યુવાનોએ અમિત પટેલ ઉપર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં અમિત પટેલને માથાના અને છાતીના ભાગે તેમજ તેમના મિત્રને આંખના ભાગે સ્ટીક વાગતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જે અંગે ગામના આ 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સોશિયલ મીડિયા પરની ટિપ્પણીની આ બબાલ અંગે જે મારામારીનો વીડિયો ઉતારી ગામના યુવાનોએ વાઇરલ કર્યો હતો.જેમાં સરપંચને બેફામ ગાળો આપી ધક્કો મારવા સહિત તેના ઘરને પણ સળગાવી નાખીશું તેવી ધમકીઓ આપતા નજરે પડ્યા હતા ત્યારે આ પ્રકરણ ભારે વિવાદી બન્યું છે અને જો સમયસર પગલાં ભરવામાં નહિ આવે તો બબાલ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.

કચ્છ ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક
પ. બંગાળમાં યુનિવર્સિટીના ચાન્સલર હવે રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી
પત્રકાર સાથે ગેરવર્તનના કેસમાં સલમાન સામેના સમન્સ પર સ્ટે લંબાવાયો
ચૂંટણી પંચને ઝાટકો : મીડિયા કવરેજ પર રોક લગાવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી, રેલીઓ માટે ચૂંટણી પંચ જવાબદાર
મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારનો મોટો દાવ,ગાંધીનગર,સુરત મનપાના નવા સીમાંકન નવી બેઠકોનો વધારો
Share This Article
Facebook Email Print
Previous Article શેખ હસીના ભારતીય રાજદૂતને કેમ મળતાં નથી ? બાંગ્લાદેશી અખબારમાં પ્રગટ થયેલો અહેવાલ
Next Article અમદાવાદ : ‘પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો,’ ખાખી સામે આક્ષેપ કરતા પોસ્ટર્સ લાગ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up