વલસાડ,12 જુલાઈ : વલસાડ જિલ્લામાં વધતા જતાં ગુનાને જે ડામવા પોલીસતંત્રમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યાં છે.વહીવટમાં વધુ સુધારો આવે એવા હેતુથી વલસાડ SP દ્વારા જિલ્લાના 6 જેટલા PSIની આંતરિક બદલી કરવામાં આવી છે,ત્યારે ડુંગરી PSIને જે.જી. મોડને જિલ્લા MOB શાખા અને રીડરનો વધારાનો હવાલો અપાયો હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટી સરળતા રહે તેવા હેતુથી વલસાડ જિલ્લામાં કામ કરતાં 6 જેટલા PSIની આંતરિક બદલી કરવામાં આવી છે.જો કે,અચાનક PSIની બદલી થતાં પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાઈ રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, વાપી ટાઉનમાં કામ કરતા બી.એન ગોહિલને કપરાડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.તો બીજી તરફ વાપી ઉદ્યોગનગરમાં કામ કરતાં PSI એકે દેખાયને વાપી ટાઉનમાં મૂકવામાં આવ્યા છે.જ્યારે મહિલા PSI સી.ડી. ડામોર જેઓ લીવ રિઝર્વ પર હતા,તેમને વાપી ટાઉનમાં નિમણૂક કરવામાં આવી છે.નોંધનીય છે કે,આ તમામ બદલીઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં વહીવટી કામગીરી સરળ રહે તેવા હેતુથી કરવામાં આવી છે,ત્યારે અચાનક થયેલી બદલી કારણે પોલીસ બેડામાં અનેક પ્રકારનો કારણો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.