– સરપંચે પક્ષ વિરોધી કોઈપણ કામગીરી કરી ન હોવાના દાવા સાથે રજુઆત કરવામાં આવી
વલસાડ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે ભાજપ દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે.વલસાડ જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરતા 20 જેટલા કાર્યકરોને ભાજપ જિલ્લા પ્રમુખે ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરતા જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.ભાજપ જિલ્લા પ્રમુખે જૂજવા ગામના સરપંચને સસ્પેન્ડ કરતા ગામના આગેવાનો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને સસ્પેન્શન પરત ખેંચવા રજૂઆત કરી મોરચો માંડ્યો હતો.
વલસાડના જૂજવા ગામના સરપંચે પક્ષ વિરોધી કોઈપણ કામગીરી કરીન હોવા છતાં સસ્પેન્ડ કરાતા જુજવા ગામના આગેવાનોએ અબ્રામા ખાતે ભાજપ કાર્યાલય ઉપર આવી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાને જૂજવાના સરપંચ ધર્મેશ પટેલનું સસ્પેન્શન પરત ખેંચવા રજૂઆત કરી હતી.સાથે ધર્મેશ પટેલે પક્ષ વિરોધી કોઈપણ કામગીરી કરી ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, જૂજવા ગામના સરપંચ ધર્મેશ પટેલે સ્થાનિક સ્વરાજની બેઠક માટે ટિકિટની માગણી કરી હતી.પરંતુ તેમને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા અને ધર્મેશ પટેલે સ્થાનિક સ્વરાજ્યની બેઠક માટે ટીકીટ માંગણી કરી હતી.પરંતુ ટીકીટ ન મળતા તેઓએ પક્ષ વિરોધી કોઈપણ જગ્યાએ પ્રચાર કર્યો ન હોવાની રજુઆત જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ ગામના જાગૃત નાગરિકો અને ધર્મેશ પટેલના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી.