વલસાડ, 26 જૂન : રાજ્ય સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ રહેણાંક વીજ બિલમાં જે ગ્રાહક 200 યુનિટ વીજ વપરાશ કરતા હોય તેવા ગ્રાહકોને 100 યુનિટ માફી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે પરિપત્રના અભાવે વલસાડ ડિવિઝનના 8.43 લાખ ગ્રાહકોનો લાભ અટવાઈ રહ્યો છે.લોકડાઉનને લઈ રહેણાંક વીજ વપરાશ કરતા ગ્રાહકોને એક માસમાં 200 યુનિટ વપરાશ કરતા ગ્રાહકોને એક માસમાં વીજ બિલમાં 100 યુનિટ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અત્યાર સુધીમાં ગુજરાતની વીજ કંપનીઓને પરિપત્ર મળ્યો નથી.વલસાડ ડિવિઝનમાં વલસાડ વાપી અને ડાંગ જિલ્લાના કુલ 8,43,540 ગ્રાહકોને 100 યુનિટનો લાભ અટવાઈ રહ્યો છે. વલસાડની વીજ કંપનીની કચેરી દ્વારા આ મુંજવનને લઈને હાલ નવા બિલ બનાવવાની કામગીરી પણ બંધ રાખવામાં આવી છે. અગાઉ વીજ કંપનીએ 1,15110 કોમર્શિયલ ગ્રહનોને 54.18 કરોડનો લાભ આપવામાં આવ્યો છે.1290 જેટલા હાઇટેનશન લાઈનના 1290 વીજ ગ્રાહકોને 19.53 કરોડની રાહત આપવામાં આવી છે.હાલ સિસ્ટમ અપડેટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
73.71 કરોડનો ફિક્સ ચાર્જ માફી આપી. મુખ્યમંત્રીની જાહેરાત બાદ વલસાડ ડિવિઝને વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હાઇટેનશન લાઈનના 1290 ગ્રાહકો અને 1,15,110 કોમર્શિયલ ગ્રાહકોનેમળીને કુલ 73.71 કરોડનો ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યો હતો.જે એક બિલમાં ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યો હતો.ઘરેલુ ગ્રાહકોને પણ પરિપત્રના આધારે સિસ્ટમ અપડેટ થયા બાદ લાભ અપાશે.


