વલસાડ,02 જૂન : તીઘરા બ્રાહમણ ફળિયામાં રહેતાં પરેશભાઇ હરમણીશંકર જોષીએ જિલ્લા પોલીસવડાને એક લેખિત ફરિયાદ આપી છે.ફરિયાદમાં જણાવ્યુ હતુ કે 27 મેએ રાત્રે 9.30 કલાકે હું મારા ઓટલા પર બેઠો હતો.ત્યારે માસ્ક પહેર્યા વિના એક વ્યકિત આવતાં દેખાતા તેની ઓળખ પુછી હતી.માસ્ક ન હોવાથી સરપંચ અને તલાટીને જાણ કરવાનું કહેતા આ વ્યકિત ઉશ્કેરાય જઇ મા-બેહનને ખરાબ અપશબ્દો કહ્યા હતાં.તેમણે મારી ઓળખાણ બતાવુ એમ કહી ડુંગરા પીએસઆઇ રાઠોડ,વાપી તાલુકા વિકાસ અધિકારી ખુમાનસિંહ બંને અધિકારીનો હદ વિસ્તાર ન હોવા છતાં નંબર વગરની હુંડાઇ આઇ-20 ગાડીમાં બીજા ત્રણ પોલીસ સાથે સ્થળ પર આવ્યા હતાં.પીએસઆઇ રાઠોડે પરેશ જોષીને ડાબા કાનમાં અને મગજના ભાગે માર તથા શરીર પર લાતો માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વાપી કોર્ટના ધનપાલ અને વાપી ટીડીઓ ખુમાનસિંહે પણ મા-બહેન પર ખરાબ શબ્દો કહ્યા હતાં.ગામના રહીશ હેતલભાઇ દેસાઇ સહિતના લોકો સમજાવાનો પ્રયાસ કરતાં તેઓને પણ અપમાનજનક ગાણો આપી હતી.ત્રણેય વ્યક્તિએ પોતાના સરકારી હોદાનો દુરઉપોગ કરી પારડી પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરિયાદ કરી છે.28મીએ સવારમાં પરેશભાઇ જોષીએ ઓરવાડ સરકારી હોસ્પિટલને બતાવતાં વલસાડ સરકારી હોસ્પિટલમાં નિકાન કરતાં કાનનો 60 ટકા પડદો ફાટી ગયો હોવાનું બહાર આવ્યુ હતું.ત્રણેય અધિકારીઓએ એક સંપ થઇ ગેરકાયદે મંડળી રચી પોતાનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં ગંભીર રીતે માર મારવાના ગંભીર આરોપો સાથે કાર્યવાહી કરવા ડીએસએપી સમક્ષ લેખિત માગ કરી હતી.
અમારુ નિવાસ્થાન શુભમ ગ્રીનસિટિમાં છે.એક વ્યકિત ચાલવા માટે નિકળતા અટકાવતાં અમે સ્થળ પર ગયા હતાં.પારડી પીએસઆઇ ઝાલાને કહીને જાહેરનામા ભંગની ફરિયાદ કરી હતી.જેને લઇ અરજદારો ખોટા આક્ષેપ કરે છે.કાર્યક્ષેત્ર નથી પરંતુ અમે અહી રહેતા હોવાથી સ્થળ પર ગયા હતાં. એલ.જી.રાઠોડ,પીએસઆઇ,ડુંગરા પોલીસ સ્ટેશન