વલસાડ : 31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસની ટીમનું ધરમપુર ચકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી 2 બોટલ દારૂનો જથ્થો અને અન્ય એક કરમાં સોશ્યલ ડિસ્ટનસના ભંગની ફરિયાદ નોંધાઇ હતી.અચાનક પોલીસનું ચેકીંગ જોઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડ જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં વલસાડ શહેરમાં પ્રવેશતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. 31ડિસેમ્બરને લઈને વલસાડ શહેરમાં દારૂ પ્રવેશતો અટકાવવા માટે સીટી પોલીસે શુક્રવારે સાંજે ધરમપુર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં વલસાડ શહેરમાં પ્રવેશતી તમામ ગાડીઓને ચેક કરવામાં આવી હતી.
વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી 2 દારૂની બોટલ મળી આવી હતી.અને અન્ય એક કારમાં 10 યાત્રીઓ ભરીને લઈ જતા ઝડપાયો હતો.દારૂની 2 બોટલ સાથે ઝડપાયેલી કાર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે યાત્રીઓને લઈ જતી કાર તેમ બંને કાર ચાલકો સામે સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ ધરમપુર ચોકડી ખાતે પોલીસનું કડક ચેકીંગ જોઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


