વલસાડ,10 જુલાઈ : વલસાડ પાલિકાના .2.33 લાખના ભંગારના નાણાં ચૂકવવામાં સર્જાયેલા 7 માસના વિલંબના પગલે ઉઠેલા વિવાદ વચ્ચે અપક્ષ સભ્યો દ્વારા કાર્યવાહી કરવા માટે ગુરૂવારે આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ મોકુફ રાખવો પડ્યો હતો.ઉપવાસ પર ઉતરવા પાલિકા પરિસરમાં આવેલા સભ્યોને અટકાવી ચર્ચા કર્યા બાદપોલિસે કોવિડ-19 હેઠળના કલેકટરના જાહેરનામાના પગલે રોક લગાવી હતી.
વલસાડ નગરપાલિકાના જર્જરિત ડ્રેનેજ પ્લાન્ટનો ભંગાર ઓક્ટોબર-2019માં ભંગારની વાપીની આમીર ટ્રેડર્સ નામની એજન્સીને ટેન્ડર મુજબની નક્કી કરાયેલી રકમે વેચાણે આપવા સીઓ અને પ્રમુખે વર્કઓર્ડર આપ્યો હતો.જેના પગલે આ ભંગાર ઉંચકવામાં આવ્યા બાદ વર્કઓર્ડરની શરતો મુજબ સમય મર્યાદામાં ભંગારની રકમ પાલિકામાં જમા ન થતાં વિવાદ ઉભો થયો હતો.આ પ્રકરણમાં ગેરરિતી કરવામાં આવી હોવાના મુદ્દા સાથે અપક્ષ સભ્યોએ વાંધા ઉઠાવી પોલિસ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
દરમિયાન સીઓએ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને બેદરકારી મુદ્દે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી પ્રમુખ અને કારોબારી ચેરમેનને વધુ કાર્યવાહી કરવા અંગે પત્ર પાઠવ્યો હતો.ડ્રેનેજ ઇજનેરે ભંગારના નાણાં ડ્રેનેજ શાખામાં જમા કરાવી દેતાં પાલિકાના નાણાં વસુલ થઇ ગયા હતા.જો કે પાલિકાના 5 અપક્ષ સભ્યોએ ભંગાર ગેરરિતીનો મુદ્દો ઉઠાવી ગુરૂવારથી આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ નક્કી કર્યો હતો,પરંતું પીઆઇ એચ.જે.ભટ્ટે પાલિકા પર પહોંચીને કોવિડ-19 હેઠળના જાહેરનામા અંગેની સમજ આપી રોક લગાવી હતી.સભ્યોએ પીઆઇ સાથે ચર્ચા કર્યા બાદ ઉપવાસ કાર્યક્રમ મુલતવી કરી દીધો હતો.પાલિકા દ્વારા ભંગાર વેચવામાં મોટુ કૌભાંડ થ