By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ
GeneralPoliticsSouth Gujarat

વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ

HM News
Last updated: 23/03/2021 7:59 AM
HM News
4 years ago
Share
SHARE

વલસાડ : વલસાડ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના જ એક કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ કચ્છીએ પોતાના માથાના અડધા વાળ,અડધી મૂછો અને અડધી દાઢીનું મુંડન કરાવ્યું હતું.પોતાના મતવિસ્તારના કામો નહીં થતાં હોવાથી અને પોતાનો જ અવાજ નગરપાલિકાના સત્તાધીશો નહીં સાંભળતા હોવાથી નારાજ થઈને આ વિચિત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રવીણ કચ્છીના આક્ષેપ પ્રમાણે વલસાડ નગરપાલિકામાં તેમની રજૂઆતોને પ્રાધ્યાન આપવામાં આવતું નહીં હોવાથી આજે તેઓ નારાજ છે અને આ રીતે અર્ધ મુંડન કરાવી પોતાનો વિરોધ વ્યક્ત કરવો પડી રહ્યો છે.પ્રવીણ કચ્છી વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી વર્ષોથી ભાજપની ટિકિટ પર ચૂંટાતા આવે છે.તે અગાઉ પણ અનેક વખત વલસાડ નગરપાલિકાની સામાન્ય સભાઓમાં અને સામાન્ય દિવસોમાં પણ પોતાના મત વિસ્તારના કામોને સત્તાધીશોના કાન સુધી પહોંચાડવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે.

આજે તેમણે કરેલો વિચિત્ર વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.પ્રવીણ કચ્છી જે ભાજપના કોર્પોરેટર છે તેઓનો આક્ષેપ છે કે વલસાડ નગરપાલિકામાં પાલિકાના સત્તાધીશો કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમના મત વિસ્તારના પાણીના અને ડ્રેનેજના પ્રશ્નોની અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરતાં આવ્યા છે.તેમ છતાં હજુ સુધી તેમની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવી હોવાથી,તેમના મત વિસ્તારના કામો અને માંગને પુરી કરવામાં નહીં આવતી હોવાથી તેઓ નારાજ છે.પોતાની નારાજગી વ્યક્ત કરવા,સત્તાધીશો સુધી પોતાનો અવાજ પહોંચાડવા અને લોકોને જાગૃત કરવા આવી રીતે ના છૂટકે તેઓએ પોતાના માથાના વાળ,મૂછો અને દાઢીને અર્ધ મૂંડન કરવી પડી હતી. પોતાનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરી અને પ્રવીણ કચ્છીએ લોકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું.ભાજપના કોર્પોરેટરે કરેલા અનોખા વિચિત્ર વિરોધ પ્રદર્શનને કારણે વલસાડ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષની જ ફજેતી થઇ રહી છે.

રૂપિયો તળિયે, તો સેન્સેકસ 1000 પોઇન્ટ ગગડ્યો
ઉત્પાદન ખર્ચ વધતા ચા, કોફી, દૂધ, નુડલ્સના ભાવમાં વધારો
સુરત : કુંભ મેળામાંથી પરત આવતા વધુ પાંચ લોકો પોઝિટિવ
ભાજપના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાને કારણે મોત, ભાજપમાં શોક
લેફ્ટનન્ટ ગવર્નરના સલાહકારનો દાવોઃ કાશ્મીર હતું 100% હિન્દુ રાજ્ય
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્ર ATSને મળી મોટી સફળતા,દમણથી મળી વોલ્વો કાર,અનેક મહત્વના પુરાવા મળ્યા
Next Article કોરોનાએ ભારતીયો પર ઋણનો ભાર વધાર્યો, બચત દરમાં પણ ભારે ઘટાડો – રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up