વલસાડ,28 મે : વલસાડ પારનેરામાં રહેતા ત્રણ ભાઈઓની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.વચલા ભાઈના સાઢુભાઈએ મોટા અન્ય 3 સાગરીતો સાથે મળીને જમીનના કામમાં કેમ વાંધો ઉઠાવો છો. કહીને મોટા ભાઈ પર લાકડાના ફાટક મારીને માથું ફોડ્યું હતું.વલસાડ પારનેરા લીમડા ચોક ખાતે રહેતા દર્શનભાઈ સુમનભાઈ પટેલની જમીનના મામલે તેના ભાઈઓ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.મંગળવારે સાંજે નાના ભાઈના સાઢુભાઈ મુકેશ કાંતુભાઇ પટેલ,તુષાર જયંતીભાઈ પટેલ,કૌશિક જયંતીભાઈ પટેલ અને હર્ષદ ઉકાભાઇ પટેલ તમામ દર્શન પટેલના ઘર પાસે આવીને મારા સાઢુભાઈની જમીનમાં કેમ વિવાદ કરી રહ્યો છો.તેમ જણાવી ગાળાગાળી કરી રહ્યા હતા.દર્શનભાઈએ અમારા ઘરની મેટરમાં તમારે વચ્ચે બોલવું નહિ તેમ જણાવતા ઉશેકારાયેલા મુકેશ પટેલે દર્શનના માથામાં લાકડાનો ફટકો માર્યો હતો.દર્શનભાઈની પત્ની અને તેની બહેન સ્થાનિક લોકો દર્શનભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતા. સ્થાનિક લોકોને જોઈને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.


