વલસાડ, 27 મે : વલસાડ જિલ્લામાં લોકડાઉનના બંદોબસ માટે વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.તેમાં મરીન પોલીસ મથકના LIBમાં ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલ સંજયસિંહ પૃથ્વીસિંહ રાઠોડ અને પિયુષ મહેન્દ્ર ઠાકોરને વિભાગમાંથી અપાતી સૂચનાનું પાલન ન કરતા જિલ્લા પોલીસ વડાએ બંને જવાનોને મંગળવારે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.વલસાડ જિલ્લામાં લોકડાઉનનું સુસ્ત પાલન કરાવવા પોલીસ જવાનને પેટ્રોલિંગ અને ચેકપોસ્ટ પર બંદોબસ ફાળવ્યો હતો.પોલીસ મથકોમાં થતી કામગીરીઓ ઉપર પોલીસવડા દ્વારા મોનીટરીંગ કરી રહ્યું છે.જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ મથકના અમલદાર પાસેથી રોજની કાર્યવાહીઓની વિડીયો કોન્ફ્રન્સ દ્વારા કામગીરીઓની સમીક્ષા કરે છે.જેમાં મરીન પોલીસ મથકના 2 જવાનો પોલીસ વિભાગ દ્વારા અપાતી જવાબદારીઓ અને સૂચનાઓનું સમયસર પાલન ન કરતા હોવાનું જાણવા મળ્યું હતું.મરીન પોલીસ મથકના LIB વિભાગમાં ફરજ બજાવતા સંજયસિંહ પૃથવીસિંહ રાઠોડ અને પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પિયુષ ઠાકોરની ફરજ પર લાપરવાહીને જોઈને મંગળવારે જિલ્લા પોલીસવડા સુનિલકુમાર જોષીએ બંને પોલીસ કોસ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવ્યો હતો.જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડનો આદેશ ફરમાવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી હતી.


