વલસાડ, 27 મે : લોકડાઉનને લઈને 2 માસથી રોજીરોટી વગર અટવાતા શ્રમિકોને વતન જવા ટ્રેનની માંગ કરી રહ્યા હતા.વલસાડથી યુપી માટે 21 મેના ગુરૂવારે ફાળવેલી ટ્રેન હવામાનને લઈને રેલવે વિભાગે ટ્રેનને રદ્દ કરી હતી.જેને લઈને શ્રમિકો અટવાયા હતા. મંગળવારે સાંજે વલસાડથી યુપી માટે ગુરૂવારે રદ્દ કરવામાં આવેલી ટ્રેન ફાળવવામાં આવી હતી.જેમાં વલસાડ જિલ્લામાંથી 1500થી વધારે શ્રમિકોને યુપી વતન જવા રવાના થયા હતા. આરોગ્ય વિભાગ પાસે તમામ શ્રમિકોને આરોગ્યનું ચેકઅપ કરાવી વતન જવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.વલસાડ વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોને ફૂડપેકેટ અને પાણીનો બોટલ આપવામાં આવી હતી.રેલવે વિભાગ દ્વારા શ્રમિકોને ટ્રેનમાં ફૂડ પેકેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું રેલવે વિભાગે જણાવ્યું હતું.વલસાડના શ્રમિકો વતન જવા માટે છેલ્લા 5 દિવસથી ટ્રેનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.રેલવે વિભાગ દ્વારા ટ્રેનની ફાળવણી કરતા શ્રમિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.


