વલસાડ,17 જૂન : વલસાડ પાલિકા સંચાલિત શાકભાજી માર્કેટ અત્યંત જર્જરિત બની ગયેલા 40 આવાસ ધારકને મકાનખાલી કરવા નોટિસ ફટકારી છે. આવાસધારકોએ પાલિકા સમક્ષ દસ્તાવેજો કરી આપવા માગ કરી છે. વલસાડમાં ભૂતપૂર્વ શાસકોએ 35 વર્ષ પહેલા મોરારજી દેસાઇ ન્યૂશાકભાજી માર્કેટનું નિર્માણ કર્યું હતું.જેમાં પાલિકાની આવકના સ્ત્રોત માટે 120 આવસોનું પણ આયોજન કરાયું હતું.નાના આવાસો અરજદારોને સુપરત કરાયા હતા.સમય જતાં ઘણાં મૂળ કબજેદારોએ બીજાને સોંપ્યા હતા. આવાસોના દસ્તાવેજો કરી આપવા જે તે સમયે અનેકવાર રજૂઆતો થઇ હતી,પરંતુ પાલિકા દ્વારા પાલિકાની માલિકીની શાકભાજી માર્કટના આવાસોના દસ્તાવેજો બનાવી આપ્યા ન હતા.હવે છેલ્લા ઘણા સમયથી 120 આવાસની મિલકત અત્યંત જર્જરિત થઇ જતાં અકસ્માત સર્જાવા ભીતિ વર્તાતા પાલિકાએ 40 આવાસધારકોને આવાસ ખાલી કરવાની નોટિસ જારી કરી છે.પરંતું આ આવાસોમાં રહેતા હાલના કબજેદારોએ પાલિકા સમક્ષ દસ્તાવેજો કરી આપવાની માગ કરી છે.
માલિક હોય તો જ ખાલી કરવા નોટિસ.પાલિકા સંચાલિત શાકભાજી માર્કેટ 120 આવાસના રહીશોએ રજૂઆત કરતાં જણાવ્યા મુજબ જે મિલકતના માલિક હોય તેમને નોટિસ આપી શકાય છે. આ જે કબજેધારકોને દસ્તાવેજ બનાવી આપવામાં આવે તો જ તેઓ માલિક ગણાય તેમ છે. જેના કારણે 120 આવાસમાં હાલે રહેતા જે 40 થી 50 ધારકો રહે છે તેમને નોટિસ તો અપાઇ છે,પરંતું દસ્તાવેજ કરી આપવા પાલિકા કાર્યવાહી કરે.


