By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ LCBએ રૂ. 14,05,205 રુપિયાના દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ LCBએ રૂ. 14,05,205 રુપિયાના દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
GeneralSouth Gujarat

વલસાડ LCBએ રૂ. 14,05,205 રુપિયાના દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

HM News
Last updated: 30/05/2020 10:41 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 30 મે : દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન લાગુ છે.ત્યારે,આવા સમયે પણ બુટલેગરો દારૂની ખેપ મારવામાં સફળ થઈ રહ્યા છે.આવા જ એક બુટલેગરના ટ્રકમાં લાકડા તથા પ્લાસ્ટિક પેલેટની આડમાં લઈ જવાતા દારૂના કિમીયાનો વલસાડ LCB એ પર્દાફાશ કરી 84000ના બીયરના ટીન સાથે કુલ 14,05,205 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ અંગે LCB એ આપેલ વિગત મુજબ કોરોના વાયરસની વેશ્વિક મહામારી ચાલુ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર lcb વલસાડના સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 ના ટ્રેક ઉપર હોટલ તુલસી સામેના રોડ ઉપર પારડી ખાતેથી ટ્રક ચાલક ધર્મેન્દ્ર કુમાર રામનારાયણ રાજભર રહેવાસી સુરતનો આરોપીને ટ્રક સાથે અટકાવી તપાસ કરતા ટ્રકમાં કેબીનના ઉપરના ભાગે તથા ફાલકાના ભાગે પ્લેટની આડમાં ભારતીય બનાવટના બિયરના 35 બોક્સ મળી આવ્યા હતાં.જેમાં 840 નંગ બિયરના ટીન હતા,જેની કુલ કિંમત 84000 તેમજ વગર પાસ પરમીટે વાહતુક કરી લઈ જવાતા લાકડાના તથા પ્લાસ્ટિકની પેલેટ જેની કિંમત 3,20,705 તથા 10 લાખનો ટ્રક, માલની બિલ્ટી, ટ્રકના સાધનિક કાગળો અંગજડતીમાંથી મળેલ મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ 14,05,205 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.આ દરમ્યાન ટ્રક સાથે પેટ્રોલિંગમાં રહેલ સફેદ કલરની કાર જેમાં સવાર એક કાલુ નામનો વ્યક્તિ અને તેેની સાથેનો વ્યક્તિ નાસી જવામાં સફળ થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.જો કે, હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલુ હોવાથી મધ્યસ્થ જેલ સુરત જેલ અધિકારી દ્વારા 27/4/2019 થી કરેલ હુકમ આધારે કોઈ પણ આરોપીને COVID-19 ની તપાસ થયા પછી અટક કરવાનો હુકમ હોવાથી ટ્રકચાલકની હાલ અટક કરેલ નથી તાબામાં લીધેલ છે.જેઓની covid-19 પ્રમાણે શારીરિક તપાસણી કરાવ્યા પછી ગુન્હાના કામે અટક કરવામાં આવશે.

અલથાણના યુવાનનું રાજસ્થાનમાં મોત અને પીએમ માટે સુરત લવાતા પોલીસ મુઝવણમાં
ચાર દિવસમાં કોરોના વાયરસ થઇ જાય છે ખત્મ, ચીને આ દવાથી હજારો દર્દીઓને કર્યા સ્વસ્થ
વિવાદાસ્પદ કથાકાર મોરારી બાપુ ફરી ચર્ચામાં, વાયરલ ક્લિપ મુદ્દે કાર્યવાહી કરવા બોટાદની મહિલાની અરજી
રશિયન સૈનિકે કાર પર ટેન્ક ચઢાવી દીધી, ટેન્કના કાફલા સામે નાગરિક એકલો ધસી ગયો, વિડિયો વાયરલ થયા
નેતાજી કો ભીડ પસંદ હૈ.! સુરતમાં BJPના ઉમેદવાર ભાન ભૂલ્યા, જમણવાર કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
Share This Article
Facebook Email Print
Previous Article પગાર મુદ્દે વલસાડ ગુંદલાવ GIDC સ્થિત લુમીસેન્સ કંપનીના કામદારો હડતાળ પર ઉતર્યા
Next Article ગુજરાતના ઉદ્યોગપતિઓ અને કામદારોને દમણમાં પ્રવેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up