ઑફિસ જનારા લોકો છત્રી નીચે રિક્ષાની રાહ જોતા જોવા મળ્યા હતા,પરંતુ રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે વિરારમાં જાહેર પરિવહનનાં સાધનો પ્રમાણમાં ઓછાં મળી રહ્યાં હતાં.પાલઘર જિલ્લાના વસઈ-વિરાર અને નાલાસોપારામાં બુધવારે પડેલા અવિરત વરસાદને કારણે મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું છે.પાણી ભરાયેલા રસ્તા પર ખાડાઓથી બચીને નીકળવું મોટરચાલકો માટે મુશ્કેલ બની ગયું હતું.જોકે હજી સુધી કોઈ પણ સ્થળેથી જાનહાનિ નોંધાઈ નથી.
ઑફિસ જનારા લોકો છત્રી નીચે રિક્ષાની રાહ જોતા જોવા મળ્યા હતા,પરંતુ રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે વિરારમાં જાહેર પરિવહનનાં સાધનો પ્રમાણમાં ઓછાં મળી રહ્યાં હતાં.ખરીદદારો ઘણા ઓછા પ્રમાણમાં ઘરની બહાર નીકળી રહ્યા હોવાથી અર્ધશહેરી વિસ્તારોમાં શાકભાજીના વિક્રેતાઓ પણ ઓછા જોવા મળી રહ્યા હતા.વસઈ તાલુકાનાં તહસીલદાર ઉજ્જવલા ભગતે કહ્યું હતું કે બુધવારે વિરારમાં ૨૫૩ મિલીમીટર જ્યારે વસઈમાં ૨૦૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
વરસાદે બધું જ બગાડી નાખ્યું એવી ફરિયાદ કરતાં વિરારની બજારમાં છત્રીની નીચે ફળો વેચવા નીકળેલા સાદિક અન્સારી નામના ફળોના વિક્રેતાએ કહ્યું હતું કે‘મારી પાસેની કેરીઓ પાકેલી છે.બજાર સુધી પહોંચતાં તમામ રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે,પરંતુ ગ્રાહકો ઘરની બહાર નીકળતા ન હોવાથી મારાં તમામ ફળો નકામા જશે.’


