[weather_data]
Breaking News
TRENDING NEWS

વસુધારા ડેરીના MD દ્વારા ખોટો નફો બતાવી સંસ્થાને નુકશાન કરાતા હોવાના આક્ષેપ સાથે પગલાં લેવા રજુઆત

[updated_date] [post_views]

Table of Content

ચીખલી : વસુધારા ડેરીના વહીવટકર્તાઓ દ્વારા જાણે પ્રાઈવેટ લિમિટેડ કંપની હોય એ રીતે વહીવટ કરતાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.ત્યારે ડેરીના મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ વશી દ્વારા વર્ષ 2012-13ના વર્ષમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તરફથી 10 કરોડની સહાય પશુ ફીડ પ્લાન્ટ માટે મળેલ જેને આવક ગણી દૂરઉપયોગ કરી સંસ્થાના વાર્ષિક અહેવાલમાં ખોટો નફો દર્શાવી સભાસદોને ગુમરાહ કરાતા એમ.ડી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત મજીગામ મંડળીના ચેરમેને વસુધારા ડેરીના ચેરમેન અને બોર્ડને કરવામાં આવતા જે મામલે વસુધારા ડેરીના બોર્ડ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે એના પર સૌની મીટ મંડાયેલી જોવા મળે છે.

વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (વસુધારા ડેરી) નવસારી,વલસાડ અને ડાંગ ત્રણ જિલ્લાનો કાર્યવિસ્તાર ધરાવે છે.અને હજારો પશુપાલકો ડેરી સાથે સંકળાયેલા છે.અને દૂધના વ્યવસાય થકી રોજીરોટી મેળવી રહ્યા છે. અને પશુપાલકોને કેટલાક સમયથી પોષણક્ષમ ભાવ ન મળતો હોવાથી બૂમ ઉઠવા પામી છે. ત્યારે વસુધારા ડેરીના વહીવટકર્તાઓ દ્વારા પોતાની મનમાની ચલાવી સત્તાનો દૂરઉપયોગ કરી વસુધારાના એમ.ડી સહિત કીપોસ્ટ્ર ઉપર ફરજ બજાવતા પાંચથી છ વ્યક્તિને રિટાયર્ડ થયા બાદ પણ નોકરીએ ચાલુ રાખી કરોડો રુપિયાનું કૌભાંડ કરાયાની ફરિયાદ ઉઠવા પામી છે અને દિન પ્રતિદિન એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.ત્યારે હાલમાં વસુધારા ડેરીના એમ.ડી નરેન્દ્રભાઈ વશી તેમજ ઇન્ટરનલ ઓડિટર વી.આર.પારેખ એન્ડ કંપની સાથે જયરાજ નાયક એન્ડ કંપનીના મેળાપીપણામાં પશુપાલન ખાતા ગાંધીનગર તરફથી કેટલ ફીડ પ્લાન્ટ માટે રૂ.10 કરોડની સહાય વર્ષ 2012-13 માં મળેલ તેનો દૂરઉપયોગ કરી આવકમાં લઈ અન્ય જગ્યાએ જે તે સમયે ખર્ચ કરેલ છે.આવું ગેરકાયદેસરનું કૃત્ય કરતાં વર્ષ 2012-13 ના વાર્ષિક અહેવાલમાં 79.50292 નો ખોટો નફો દર્શાવેલ વાસ્તવમાં 920.49708 લાખની ખોટ હતી.એમ.ડી વશીએ રેકર્ડ સાથે ચેડાં કરી ખોટી રીતે રીઝર્વ ફંડ રૂ. 51.03563 લાખનો ઉમેરો કરેલ છે.જે બાબત મજીગામ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન સ્નેહાબેન સિદ્ધાર્થભાઈ દેસાઇને ધ્યાને આવતા જેમણે વસુધારા ડેરીના ચેરમેન,બોર્ડના પ્રતિનિધિઓને પત્ર લખી વસુધારાના એમ.ડી વશી વિરુદ્ધ સરકારી સહાયનો દૂરઉપયોગ કરી રેકર્ડ સાથે ચેડાં કરી ખોટા આંકડાઓ બતાવવા અને એમ.ડી વશીને જે ખોટું કાર્ય કરવામાં સાથ સહકાર આપનાર આંતરિક અન્વેષકો વી.આર.પારેખ એન્ડ કંપની સાથે જયરાજ નાયક એન્ડ કંપની વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવતા આવનાર દિવસોમાં જે મામલે શું થાય એના પર સૌ સભાસદો,પશુપાલકોની મીટ મંડાયેલી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles