By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વહેમીલા ડોક્ટર પતિએ પત્નીને મારઝુડ કરી ત્રણ તલ્લાક બોલી છૂટાછેડા આપ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વહેમીલા ડોક્ટર પતિએ પત્નીને મારઝુડ કરી ત્રણ તલ્લાક બોલી છૂટાછેડા આપ્યા
AhmedabadGeneral

વહેમીલા ડોક્ટર પતિએ પત્નીને મારઝુડ કરી ત્રણ તલ્લાક બોલી છૂટાછેડા આપ્યા

HM News
Last updated: 08/06/2022 5:40 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ગોમતીપુરમાં રહેતી પત્ની પર શંકા રાખીને ડોક્ટર પતિ અવાર નવાર મારઝુડ કરતો હતો,પત્ની તેના પિતાનો જન્મ દિવસ હોવાથી પિયરમાં ગઈ અને ઘરે આવતા મોડું થયું ત્યારે ઉશ્કેરાયેલા ડોક્ટર પતિએ પત્ની સાથે મારઝુડ કરી 3 વાર તલ્લાક બોલી છૂટેછાડા આપી દીધા હતા.જેથી તંગ આવેલી પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં રહેતી યુવતીના વર્ષ 2020માં ધંધુકામાં રહેતા ડોક્ટર યુવક સાથે લગ્ન થયા હતા.પતિ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતો હોવાથી તેઓ ભાડાના મકાનમાં રહેવા માટે અમદાવાદ આવી ગયા હતા.બીજી બાજુ પતિ શંકાશીલ હોવાથી જો યુવતી કોઈની સાથે વાતો કરે તો વાતો કરવાની ના પાડતો હતો.આ ઉપરાંત પત્ની જ્યાં પણ જાય ત્યાં તેની સાથે જ જતો.એટલું જ નહીં પતિ નોકરીએથી ઘરે આવીને પત્નીનો મોબાઇલ ફોન પણ ચેક કરતો હતો.યુવતી જો સગા-સંબંધીના ઘરે જાય તો પતિ ઝઘડો કરી મારઝુડ કરતો હતો.અવાર નવાર ખોટી શંકા રાખીને શારિરીક માનસિક ત્રાસ આપતો હતો.એક દિવસ યુવતીના પિતાનો જન્મ દિવસ હોવાથી યુવતી તેના પિતાના ઘરે ગઈ હતી અને પરત સાસરીમાં આવતા મોડું થયું હતું.જેથી ડોક્ટર પતિએ આ વાતને લઈને તેની સાથે ઝઘડો કરી માર માર્યો અને 3 વાર તલ્લાક બોલી છૂટાછેડા આપી દીધા હતાં અને ઘરમાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું.જેથી યુવતી તેના પિયરમાં પહોંચી હતી.બાદમાં તેણે તેના પરિવારજનોને જાણ કરી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

ગુજરાતમાં ભારે વરસાદથી ક્યાંક સ્કૂલ-બસ પલટી ગઈ તો ક્યાંક પુલ થયો ધરાશાયી
દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ :ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કરાયું સર્ચ
હર્ષલ પટેલનો સંઘર્ષ : એક સમયે અમેરિકામાં દિવસના ૧૨થી ૧૩ કલાક કામ કરવું પડતું
ચીની હેકર્સની યોજનાઃ ભારતની ફાર્મા અને ટેલિકોમ કંપનીઝ પર કરી શકે છે હુમલો
પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી
Share This Article
Facebook Email Print
Previous Article ‘સેવ ધી ગર્લ ચાઇલ્ડ’ : ‘પુત્ર પ્રાપ્તિ’ માટેના ધમધમતા કેન્દ્રો બનેલા IVF સેન્ટરોને અટકાવોઃ રિટ
Next Article બાઈક પર બેઠેલા નિર્દોષ યુવકને 10થી વધુ પોલીસ કર્મીઓએ ઢોર માર માર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up