– પોલીસે સ્થળ પરથી કડોદરા પોલીસે વાહન તેમજ દારૂ સહિત 6.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બારડોલી : કડોદરા પોલીસે વાંકાનેડા ગામની સીમમાં બુટલેગર દારૂ વાહન માં કાટિંગ કરી રહ્યા હતા ને તે જ સમયે પોલીસે દરોડા પાડ્યો હતો પોલીસે દારૂ સગેવગે કરી રહેલા 2 ને ઝડપી પાડી 2 ને વોન્ટેડ જાહેર કરી 6.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ પી.આઈ.રાકેશ પટેલને મળેલી અંગત રાહે બાતમી આધારે પોલીસની એક ટીમે મંગળવારના રોજ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલ માજીસા કાર્ગો કંપનીની બાજુમાં ખુલ્લામાં જગ્યા દરોડા પાડ્યા હતા.જ્યાં પોલીસે ટાટા ઇન્ટ્રા મોડલમાં ટેમ્પો નંબર MH 04 LE 3979 માં મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ ત્યાં ઉભેલી રીક્ષા નંબર GJ 05 BT 2971 માં તમેજ નંબર વગરની એક્સેસ મોપેડ પર મુકી સગેવગે કરી રહ્યા હતા.પોલીસની રેડ જોઈ કેટલાક ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્થળ પરથી રીક્ષા ડ્રાઇવર નિલેશ આબાજી પાટીલ (રહે.સાઈ સરોવર સોસાયટી ડીંડોલી ) મદન હીરાલાલ ચૌહાણ (104 શ્રી વાસ્તવ સોસાયટી ભીવડી થાણા મુંબઈ ) નાઓની અટક્યાય કરી સ્થળ પરથી કુલ જુદીજુદી બ્રાન્ડની 1128 બોટલ વિદેશી દારૂની બોટલ કિંમત 1,82,400/- તેમજ ત્રણ વાહન મળી કુલ 6,47,400/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુના સંદર્ભે બબલી ગૌરવ (રહે.સરદાર માર્કેટ રાજુ નગર સુરત શહેર) અને મોપેડ ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.