મેષ : બપોર સુધીનો સમય આપના માટે સાનુકૂળ રહે.ત્યારબાદ આપને કામમાં વિલંબ-રૂકાવટનો અનુભવ થાય.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.બપોર પછી ધીમે ધીમે આપને રાહત થતી જાય.
મિથુન : બપોર સુધી સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપ રાહત અનભવો.
કર્ક : બપોર સુધી કામમાં પ્રતિકૂળતા રહે. ઉતાવળ કરવી નહીં.ત્યાર પછી આપને સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ લાવી શકો.
સિંહ : દિવસનો પ્રારંભ સારો રહે. કામમાં સરળતા જણાય.પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને પ્રતિકૂળતાનો અહેસાસ થાય.
કન્યા : આપના કાર્યમાં વ્યસ્ત રહી શકો. અડોશ-પડોશના કામ અંગે દોડધામ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
તુલા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.બપોર પછી સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.
વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં આપે ધ્યાન રાખવું પડે.આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય. બપોર પછી રાહત રહે.
ધન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામમાં રૂકાવટ રહે.કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે.
મકર : આપના કાર્યમાં જેમ દિવસ પસાર થતો જાય તેમ સરળતાનો અનુભવ થતો જાય.પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપને યાત્રા-પ્રવાસ,મિલન-મુલાકાતનું આયોજન થતાં આનંદ રહે.જૂના સ્વજન-સ્નેહિ-મિત્રવર્ગની મુલાકાત થાય.
મીન : બપોર સુધી તબિયતની અસ્વસ્થતાને લીધે બેચેની-વ્યગ્રતા રહ્યા કરે.દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે રાહત થતી જાય.