– ચીસો પાડતાં બાળકોનાં પગની ચામડી બળી જઈ કાળી પડી જાય છે, જેથી નાસનાર બાળક પકડાયેલું બાળક છે તે તુર્ત જ જાણી શકાય
યેરૂસલેમ : એક વાત નિશ્ચિત છે, હમાસ આ યુદ્ધ જીતી શકે તેમ જ નથી. તે હમાસના નેતાઓ અને સૈનિકો પણ સમજી ગયા છે.તેઓની હતાશા હવે ક્રૂરતામાં પરિણમી છે. ૭ ઓકટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં ટુંક સમયનો યુદ્ધ વિરામ જાહેર કરાયો છે.ચાર દિવસનો યુદ્ધ વિરામ બે દિવસ વધુ લંબાવવામાં આવ્યો છે અને બંને પક્ષો વચ્ચે સધાયેલી સમજૂતી પ્રમાણે કેટલાક બાળકો અને મહિલાઓને સૌથી પહેલા મુક્ત કરાયાં છે.પરંતુ મુક્ત કરાયેલાં બાળકોએ જે આપવીતી કહે છે તે જાણી હમાસ પ્રત્યે નફરત જ ફેલાઈ જાય તે સહજ છે.
આ બાળકોએ કહ્યું કે બંધક રખાયેલા પુરૂષો ખાસ કરીને યહૂદી પુરુષોની વારંવાર મારપીટ કરવામાં આવે છે.આ હમાસ-ત્રાસવાદીઓ તેમણે બંધક બનાવેલાં બાળકોની ખાસ ઓળખ થઈ શકે તેમ ઇચ્છે છે.તેથી તેઓ બાળકોના પગ બાઈકનાં ગરમ ગરમ સાઇલેન્સર સાથે ચોંટાડી દઈ પગની ચામડી બળીને કાળી પડી જાય ત્યાં સુધી પગ ચોંટાડી રાખે છે,તે વેદનાથી બાળકો ચીસો પાડે પરંતુ તેથી વ્યથિત થવાને બદલે હમાસના આતંકીઓ આનંદ પામતા હોય છે.આ તેઓ એટલા માટે કરે છે કે આ બાળક તેણે અપહરણ કરેલાં બાળકો પૈકીનું જ છે.તે રીતે તે જુદું તારવી શકાય.
આ માહિતી મુક્ત થયેલા કિબુત્ઝ નીરયોજના ૧૨વર્ષના યાગી અને ૧૬ વર્ષના યાકોવે આપી હતી.આ બાળકોના કાકાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકોને નશાકારક દવાઓ અપાતી હતી.જેથી બેભાન થઈ જાય પછી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતાં તેમ યાગી અને યાકોવેએ જણાવ્યું હતું.તેમના કાકાએ તે વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેમને બેભાન બનાવી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં તેમને રસ્તાનો ખ્યાલ ન રહે.નિરીક્ષકો કહે છે કે સંભવત: ઇઝરાયલ તે બંધકો મુક્ત થાય તેની જ રાહ જુવે છે, તે પછી ઇઝરાયલ જલ,થલ અને આકાશમાંથી અસામાન્ય અગ્નિ વર્ષા કરશે જ તે ગાઝાપટ્ટી પેલેસ્ટાઇનીઓથી મુક્ત કરીને જ રહેશે.