વાંસદા : વાંસદા તાલુકાના મોટા રસ્તા ઓના કામો અને બોર્ડર વિલેજ ના સીસી રસ્તાઓ તેમજ આદિમજુથ ના કામો ૩૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ અમિતા બેન ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યા હતા.
વાંસદાના અંતરિયાળ વિસ્તારો અને બોર્ડર વિલેજના ગામો તેમજ આદિમજુથ ના રસ્તાના કામોની વિધાનસભામાં વારંવાર રજૂઆત કર્યા બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના અથાગ પ્રયત્નો પછી ૩૮ કરોડના રોડ રસ્તાના કામો સીસી રસ્તાના કામો તેમજ આદિમજુથના ફળિયાના કામો મંજૂરી મેળવ્યા બાદ કામોનું ખાત મુહર્ત કરાયું હતું વર્ષોની માંગને પહોંચી વળવા માટે અનંત પટેલ દ્વારા તબક્કાવાર રજૂઆતો વિધાનસભામાં કરવામાં આવી હતી જેમા રિસફેસિંગના કામો વાઇડનિંગ ના કામો સી સી રસ્તાઓ આદિમજુથ માં પેવર બ્લોકના કામોની અવારનવાર રજૂઆતો કરતાં રસ્તાઓની મંજૂરી મળવાની સાથે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં વાંદરવેલા. ઉમરકુઇ મુખ્ય રસ્તા થી ફડવેલ ને જોડતો રસ્તો મોટીભમતી ગોધાબારી રોડ(રિસફેસીગ) ગોધાબારી દેવલ ફળિયા રોડ ખડકીયા ગામે ચીકાર ફળિયામાં પેવર બ્લોકનું કામ ધાકમાળ કોળચી વાડમાં પેવર બ્લોકનું કામ અંબાપાણી પટેલ ફળિયામાં પેવર બ્લોકનું કામ માનકુનિયા ખોરા ફળિયા રોડ નીરપણ ગામે શિવ ફળીયામાં સી.સી.રોડ હનુંમતમાળ મોળાઆંબા બોપી રોડ (રિસફેસિંગ) .ચોંઢા પાતળી ફળિયા રોડ અને ખાટાઆંબા જામની માળ તરફ જતો રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે વાંસદા ચીખલીના મોટા રસ્તાઓ તબક્કાવાર બનાવવામાં આવશે રસ્તા જો સારા મટીરીયલથી બનાવવામાં નહી આવશે અને જો એમાં કાળજી રાખવામાં નહીં આવશે તો રસ્તાઓ બનતા અટકાવી દેવામાં આવશે કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ.તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન બાંધકામ સમિતિના અધ્યક્ષ તૃષા બેન. મહેશભાઈ ગામીત.પરશુ ભાઈ.કેતનભાઇ તેમજ ચિંતુ ભાઇ ઉપસ્થિત રહ્યા હતા.


