ભાજપમાંથી ટિક્ટિ કપાતા મધુ શ્રીવાસ્તવે બળવો પોકારી અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરીને સાથી કાર્યકરો સાથે મળીને ભાજપને રામ રામ કહી દીધા છે.તે કાંટા સમાન વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ ફાળવી દીધી છે ત્યારે કાટાની ટક્કર સમાન ગણાતી આ બેઠક પર કોંગ્રેસ પક્ષમાં પણ બળવો થયો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખના કોયલી ખાતેના નિવાસ્થાને આજે અનેક કાર્યકરો એકત્ર થયા હતા અને તમામે સામુહિક માગણી કરી હતી કે વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર સત્યજીત ગાયકવાડને મૂકવામાં આવ્યા છે તે બદલીને કોઇ સ્થાનીક ક્ષત્રીય ઉમેદવાર કે પછી કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય સ્વ.ભુપેન્દ્રસિંહ ગોહીલના પુત્રને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી છે અન્યથા કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની પણ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે.
કોયલી ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કોકોની ઉપસ્થિતિમાં સેંકડો કાર્યકરો એકત્ર થયા હતા તમામે સામુહિક માંગણી કરી હતી કે, અગાઉ કોંગ્રેસના અગ્રણી અને તત્કાલીન ધારાસભ્ય સ્વ.ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યોગપાલસિંહને ટિકિટ આપવામાં આવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોકોની ઉપસ્થિતિમાં કાર્યકરોએ આયાતી ઉમેદવાર અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડનાનો નામનો ભારે વિરોધ કર્યો હતો.કાંટાની ટક્કર સમાન ગણાતી વાઘોડિયાની આ બેઠક પર હવે ભાજપની જેમ કોંગ્રેસ સામે પણ બળવાના એંધાણ વળતા હતા કોંગ્રેસ મોવડી મંડળ હવે દોડતું થયું છે.ત્યારે વાઘોડીયાની બેઠકમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


