મહારાષ્ટ્રમાં ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું છે.આર્યન ખાનની ધરપકડ બાદ NCB ઓફિસર સમીર વાનખેડે અને મહારાષ્ટ્ર્ના કેબિનેટ મંત્રી નવાબ મલિક વચ્ચે એક યુદ્ધ જોવા મળ્યું છે.આ યુદ્ધ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી ગયું છે.દેવેન્દ્ર ફડણવીસ પર નવાબ માલિકે આરોપ લગાવ્યા હતા.જેમાં જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘નવાબ મલિકના આરોપો હાસ્યાસ્પદ છે.
ચાર વર્ષ પહેલા રિવર એન્થમની ટીમે લીધેલ ફોટોગ્રાફ તે આજે બહાર પાડે છે.ચાર વર્ષ જૂની તસવીર સાથે સંબંધો જોડવામાં આવી રહ્યા છે.આ સાથે મારી પત્નીનો ફોટો જાણી જોઈને ટ્વીટ કરવામાં આવ્યો હતો.ફડણવીસે આગળ વાત કરતા કહ્યું કે, ‘નવાબ મલિકા અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવે છે.હું દિવાળી પછી મોટો બોમ્બ ફોડીસ. જેમના જમાઈ ડ્રગ્સ કેસમાં આરોપી છે, તેઓ બીજા પર આરોપ લગાવી રહ્યા છે.થોડા સમય પહેલા નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પર ડ્રગ્સ માફિયાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Those who have relations with the Underworld should not speak about me. I will present evidence of Nawab Malik’s relations with the Underworld. I am waiting for Diwali to pass: Former Maharashtra CM and BJP leader Devendra Fadnavis pic.twitter.com/bCQ0JhwUe5
નવાબ મલિકે અમૃતા ફડણવીસ સાથેની એક તસવીર શેર કરી છે જેમાં તે એક ડ્રગ્સ પેડલર સાથે જોવા મળે છે.એક રિપોર્ટ્સ અનુસાર તે ડ્રગ પેડલરનું નામ જયદીપ ચંદુલાલ રાણા છે.જેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જૂન 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે સાબરમતી જેલમાં બંધ છે.મલિકે દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો હતો.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે દાવો કર્યો હતો કે જયદીપ રાણા એ જ વ્યક્તિ છે જેણે અમૃતા ફડણવીસના મ્યુઝિક વીડિયોને ફાઇનાન્સ કર્યું હતું. ‘રિવર સોંગ’ નામના આ વીડિયોમાં અમૃતાએ એક્ટિંગની સાથે સાથે સોનુ નિગમ સાથે ગીત પણ ગાયું છે.અમૃતા સાથે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવાર પણ જોવા મળી રહ્યા છે.
One Jaydeep Rana currently in jail in connection with a drug trafficking case has relations with former CM Devendra Fadnavis. He was financial head of famous River song by former CM’s wife Amrita Fadnavis: Drugs business in the state grew under his tenure: Nawab Malik, NCP
મલિકના કહેવા પ્રમાણે, સોન્ગના ફાઇનાન્સર જયદીપ રાણા હતા.મલિકે આરોપ લગાવ્યો કે જયદીપ રાણા અને ફડણવીસ વચ્ચેના સંબંધોની તપાસ થવી જોઈએ.મલિકે રિવર સોંગનો વીડિયો પણ શેર કર્યો છે.નદીને બચાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ફડણવીસ સરકારે ‘ચલ-કલ મુંબઈ-નદી સંરક્ષણ અભિયાન’ શરૂ કર્યું હતું, જેમાં મુંબઈ નદી રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું.નવાબ મલિકે આક્ષેપ કર્યો હતો કે જયદીપ રાણા આ અભિયાનનો ફાયનાન્સર હતો.

