– લગભગ 12,500 જેટલા તળાવોમાં ઝીંગા ઉછેરનો વ્યવસાય
વાપી : દેશભરમાં લોકડાઉનના કારણે 45 દિવસથી તમામ પ્રકારના વેપાર,ધંધા અને રોજગાર બંદ છે.તેમાં તળાવોમાં ઝીગા ઉછેર કેન્દ્રો ચલાવતા લોકો પર લોકડાઉન ગંભીર પ્રકારની અસર પડી છે.વાપી થી તાપી વચ્ચે આવેલા લગભગ 12,500 જેટલા તળાવોમાં ઝીંગા ઉછેરનો વ્યવસાય કરતા મછીયારાને લોકડાઉનના કારણે બજારમાંથી બિયારણ નહીં મળવાથી મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.ઝીંગા ઉછેરવાની સીઝન 15માર્ચ થી શરૂ થતી હોય છે.પરંતુ તે દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી બિયારણ નહીં મળતા ઝીંગા ઉછેર કેન્દ્રોના સંચાલકો મછીયારાને અંદાજે 750 કરોડની નુકસાની વેઠવી પડી રહી છે.


