વલસાડ, 11 જૂન : પોલીસે સવારે બાતમીના આધારે કોપરલી રોડ પર આવેલ આશાધામ સ્કૂલની સામે એક આઇસર ટેમ્પો અટકાવી અંદર ચકાસણી કરતા દારૂ રૂ.4,93,200 મળી આવ્યો હતો.ચાલક પંજાબસીંગ હરીબંસ સીંઘ રહે.લવાછા પીપરીયાની ધરપકડ કરી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે,કચીગામ દમણમાં રહેતો કિરણ ઉર્ફે લાલુ હરીશ માહ્યાવંશીએ આ માલ ભરાવી ચીખલી હાઇવે પર પહોંચી ત્યાંથી ફોન કરવા જણાવ્યું હતું.જેથી આરોપી લાલુ વોન્ટેડ જાહેર કરાયો છે. આઇસર ટેમ્પોમાં મહારાષ્ટ્ર પાર્સિંગની જગ્યાએ જીજેનો નંબર પ્લેટ લગાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.અન્ય કેસમાં મંગળવારે આરોપી ચેતન છના રાઠોડ રહે.ધમડાચી વલસાડ મોરાઇ ચેકપોસ્ટ પર દમણ તરફથી થેલા લઇને ચાલતા આવતા તપાસમાં થેલામાંથી રૂ.9,600નો દારૂ મળી આવતા તેની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Post Views: 3