વલસાડ, 30 જૂન : વલસાડ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે છેલ્લા 3 દિવસથી લગાતાર કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.સોમવારે વલસાડમાં 1 અને વાપીમાં 3 મળી વધુ 4 કેસ નોંધાયા હતા.જેના પગલે અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 160 પર પહોંચી ગયો છે.જેમાં જિલ્લામાં કુલ 133 અને જિલ્લા બહારના 27 કેસનો સમાવેશ થાય છે.શનિવારે 21,રવિવારે 15 અને સોમવારે 4 કેસ મળી છેલ્લા 3 દિવસમાં જ 40 કેસ નોંધાતાં લોકોમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે.
જિલ્લામાં કોરોનાથી બચવા માટે આર્સેનિક આલ્બા ટેબ્લેટનું 1.95 લાખ અને સમસમની વટી ટેબ્લેટનું 1.25 લાખ વ્યક્તિઓને વિતરણ કરાયું છે.આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા ઇમ્યુનિટિ વધારવા માટે 7.27 લાખ વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો છે,પરંતું કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રત્યે દુર્લક્ષ અને સાવધાનીના અભાવે લોકલ સંક્રમણના કેસો સપાટી પર આવી રહ્યા છે.સોમવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નિકળતાં જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 133 અને જિ.બહારના કેસ મળી કુલ સંખ્યાનો આંકડો 160 પર પહોંચી ગયો છે. કોરોનાના નવા કેસના દર્દીઓને વલસાડ કોવિડ-19 સિવિલ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.


