વલસાડ : રાજય સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મંજુરી લેવાની જરૂર ન હોવાની જાહેરાત કરી છે.પરંતુ અન્ય જિલ્લા કે સંઘપ્રદેશના વાહન ચાલકો વાપીમાં પ્રવેશ્યા બાદ તેની માહિતી મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાલિકાએ સાત પોઇન્ટો પર કાઉન્ટર ઊભા કરી બહારના વાહનોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.બહારના વાહનોની યાદી આરોગ્ય વિભાગને સુપ્રદ કરવામા આવી રહી છે.દમણ-સેલવાસ બોર્ડર પર વાહનોની નોંધણી શરૂ કરવામાં આવિ છે.વાપી સહિત વલસાડ જિલ્લામાં અન્ય જિલ્લાના લોકો આવી રહ્યાં છે.
બીજી તરફ એક જિલ્લામાંથી બીજા જિલ્લા માટે હવે મંજુરી લેવાની જરૂર નથી. જેથી કેટલા લોકો બહારના જિલ્લામાંથી આવ્યા તેની માહિતી રાખવી મુશ્કેલ બને છે.જેને લઇ વાપી પાલિકાએ આરોગ્ય વિભાગને સહાયરૂપ થવા માટે વાપી ચાર રસ્તા,દાદરા ચેકપોસ્ટ,દમણ રોડ સહિત 7 સ્થળોએ પોઇન્ટો ઊભા કર્યા છે.અલગ-અલગ 7 ટીમો રોજના સંઘપ્રદેશ તથા અન્ય જિલ્લાના વાહનોની માહિતી એકત્ર કરી રહી છે.જેથી વાપીમાં બહારથી કેટલા લોકો આવ્યા તેની માહિતી નોંધાઇ રહી છે.વાપીના કુલ 7 પોઇન્ટો પર બહારના વાહન ચાલકોની માહિતી એકત્ર કરવા પાલિકાએ વ્યવસ્થા કરી છે.5 પોઇન્ટો પર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકરો અને સ્વામી વિવેકાનંદ સંસ્થાના કાર્યકરો કામગીરી કરી રહ્યાં છે.બે પોઇન્ટો પર કોલેજના વિદ્યાર્થીઓ કામગીરી કરી રહ્યાં છે.


