વલસાડ, 30 જૂન : વાપી શહેર અને તાલુકામાં કોરોના બેકાબુ બની રહ્યો છે. જેમાં કંપનીમાં કામ કરતાં કામદારો તથા બેન્કના કેટલાક કર્મચારીઓ પણ સંક્રમિત થયાં છે. બે દિવસ અગાઉ એચડીએફસી બેન્કનો કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેને લઇ સોમવારે બેન્કનું કામકાજ બંધ કરાયુ હતું.કેટલીક બેન્કોમાં બપોર સુધી જ કામગીરી કરવામાં આવી હતી.જો કે કોરોના બેન્કમાં જતાં ગ્રાહકોમાં ડર વધી રહ્યો છે.સોમવારે એચડીએફસી બેન્કનું કામકાજ બંધ રાખવામાં આવ્યુ.વાપીમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે.પોઝિટિવ કેસની સંખ્યા વધતાં આગામી દિવસોમાં હજુ પણ કેસો વધવાની પુરેપુરી સંભાવના છે.બે દિવસ પહેલા વાપી ગુંજન અંબા માતા મંદિર રોડ પર એચડીએફસી બેન્કમાં કામ કરતાં વલસાડના એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.બેન્કમાં અન્ય લોકોને સંક્રમિત ન થાય તે માટે સોમવારે એચડીએફસી બેન્કનું કામકાજ બંધ રાખવામાં આવ્યુ હતું.સુરક્ષાના પગલે બેન્કના ઓફિસરે મહત્વનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત અન્ય કેટલીક ખાનગી બેન્કોમાં પણ કર્મચારીઓ સંક્રમિત હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે,પરંતુ દમણ,સેલવાસ અને વલસાડ જિલ્લામાં સતત કોરોના કેસો વધી રહ્યાં છે. જેના કારણે બેન્કના કર્મચારીઓ કેટલા સંક્રમિત થયાં તે ચોક્કસ જાણવું મુશ્કેલ બને છે.હાલ તો બેન્કમાં જતાં પણ ગ્રાહકોમાં ડર જોવા મળી રહ્યો છે.


