વલસાડ, 22 મે : રેશન શોપ પર કાર્ડ ધારકોએ હંગામો મચાવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો.સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગરીબોનું અનાજ પૂરતું ન મળવાના કારણે લોકો દ્વારા હોબાળો કરવાનો બીજો કિસ્સો સામે આવ્યો છે.ગુરુવારે વાપીમાં ચાલતા સસ્તા અનાજની દુકાન પર સ્થાનિક રેશનકાર્ડ ધારકોએ હોબાળો મચાવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો.પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો.
બીજી તરફ પુરવઠા વિભાગને પણ જાણ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો છે.એક તરફ રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ ન મળતા કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકો સાથે વારંવાર ધરમ ધક્કા ખાઈને અંતે કંટાળી ગઈ હતી અને દુકાન બહાર હલ્લાબોલ કર્યું હતું.બીજી તરફ સંચાલક રેશનકાર્ડ ધારકો સાથે ગેરવર્તણુંક કરતા હોય છે.જેના પગલે રેશનકાર્ડ ધારકોમાં સંચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આવા સંચાલક વિરૂદ્ધ કડક પગલાં ભરે એવી માંગ ઉઠી રહી છે.
જે અનાજની દુકાનમાં પૂરતો પુરવઠા નથી ત્યાં પુરવઠો પહોંચાડીને ગ્રાહકોને આપવામાં આવશે તેમજ ખાંડ અને દાળ મળતી નથી તેવી કોઈ ફરિયાદ હાલ મળી ન હતી.હવે ધ્યાન પર આવ્યું છે ત્યારે ગ્રાહકોને મળી જશે અને ગ્રાહકો સાથે દુકાનદાર દ્વારા ગેરવર્તણૂક કરાઈ છે તે બાબતે તેમને કડક સૂચના આપવામાં આવી છે.


