વાપીમાં અવધ એક્સપ્રેસમાં 48 યાત્રી બેસતા હોબાળો

HM News
1 Min Read

વલસાડ,03 જૂન : લોકડાઉનના પગલે લોકો પોતપોતાના વતને જઇ રહ્યા છે.સોમવારે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં વાપી રેલવે સ્ટેશનથી 48 લોકો ચઢી ગયા હતા.ડબ્બામાં ડિસ્ટન્સિંગ ન દેખાતા તેમજ નક્કી કરાયેલ સીટ કરતા વધુ લોકો ભરાઇ જતા અંદર બેસેલા અન્ય યાત્રીઓએ ટિકિટ ચેક કરતા તમામ વેઇટિંગ ટિકિટ લઇને ચઢ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જેથી તેમણે હોબાળો કરતા રેલવે પોલીસ ત્યાં દોડી આવી હતી.ટિકિટની ચકાસણી કર્યા બાદ તમામને ડબ્બામાંથી બહાર કાઢી દેવાયા હતા.જોકે ત્યારબાદ વેઇટિંગ ટિકિટ ધરાવતા યાત્રીઓએ સ્થળ ઉપર ટિકિટના પૈસા પરત માંગતા મામલો ગરમાયો હતો.આ કેસમાં વેઇટિંગ ટિકિટ હોવા છતાં તેઓ પ્લેટફોર્મ સુધી આવી ટ્રેનમાં ચઢી જતા રેલવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.સામાન્ય રીતે પોલીસ પાસે ટિકિટ ચેક કરવાનો કોઇ અધિકાર નથી. યાત્રીઓએ બબાલ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *