– VHPએ હિંદુ ધર્મ કરાવ્યો અંગીકાર
– 21 પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી હિંદુ બન્યા
– વાપીના સલાવાવમાં યોજાયો કાર્યક્રમ
વાપી : વાપીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધરમપુર,કપરાડા તાલુકાના 21 પરિવારોએ ફરી હિંદુ ધર્મ અપનાવ્યો.આ તમામ પરિવારોએ કેટલાક સમય પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.જેઓએ હવે પુનઃ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.સલવાવ બાપા સીતારામ આશ્રમમાં આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોના અગ્રણીઓ-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


