વલસાડ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શરતોને આધીન વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ઉધ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે ગ્રીન એન્વાયરોની છેલ્લી મળેલી બોર્ડ બેઠકમાં ટ્રીટમેન્ટ ચાર્જ અંગે મહત્વનો નિર્ણય લેવાયો હતો.જેમાં લોકડાઉનના કારણે માર્ચથી જુન સુધી ટ્રીટમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવશે નહિ એવો નિર્ણય લીધો હતો.જેથી વાપીના એકમોને જુન સુધી ટ્રીટમેન્ટ ચાર્જમાં વધારે ચાર્જ આપવો પડશે નહિ.બોર્ડ બેઠકમાં ડિરેકટરોની રજૂઆત બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.લોકડાઉનના કારણે નાના એકમો ભીષમાં છે.જો ભાવ વધારો કરવામાં આવે તો નાના એકમોની હાલત વધુ કફોડી બની જાય તેમ છે.આ નિર્ણયથી ઉધ્યોગોની પરિસ્થિતિમાં ફરક પડશે એવું વાપી ગ્રીન એન્વાયરોનું માનવું છે.


