રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી ઔદ્યોગિક એકમો આવેલા છે તેવા વલસાડ જિલ્લાના વાપી ઇન્ડસ્ટ્રીઝ એશોસિએસન ના પ્રમુખપદનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ માટે હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ ટીમ ઉદ્યોગના મહેશ પંડ્યાએ VIAને લેખિત રજુઆત કરી છે અને જેમાં જણાવાયા મુજબ સુપ્રિમકોર્ટનાં આદેશ અને વીઆઇએનાં બંધારણ મુજબ લવાદની નિમણૂંક કરી એક મહિનામાં પ્રમુખપદનો નિર્ણય કરી દેવો જોઇએ.સુપ્રિમ કોર્ટે વીઆઇએનાં બંધારણ મુજબ હવે લવાદ દ્રારા નિર્ણય થવાનો હોય તો કોર્ટનાં આદેશ મુજબ સ્ટે આપોઆપ હટી જાય છે અને વિજેતા થયેલા ઉમેદવારોને ચાર્જ સોંપી દેવો જોઇએ તેવી લેખિતમાં માંગણી કરી હતી.બીજી તરફ ટીમ ઉધોગનાં નરેશ શાહે વીઆઇએને પોતાના પક્ષ તરફથી આર.આર.દેસાઇની આર્બીટ્રેશનમાં લવાદ તરીકેની નિમણૂંક અંગેનો પત્ર આપ્યો હતો.આમ સુપ્રિમકોર્ટનાં નિર્ણય બાદ ફરીથી વીઆઇએનાં પ્રમુખપદ અંગેનો મામલો ગરમાયો છે.હવે લવાદ ના અંતિમ નિર્ણય ઉપર બધા ની મીટ મંડાઈ છે અને સબંધીતો માં આ મુદ્દે ભારે ઉત્સુકતા નો માહોલ જોવા મળી રહ્યો છે.