થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે દમણ અને સેલવાસથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઘૂસાડવા બૂટલેગરો અનેક આઇડિયા વાપરી રહ્યા છે.જેને લઇ વલસાડ જિલ્લા પોલીસે તમામ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરી છે.વાપીના ડુંગરા અને ટાઉન પોલીસે ચેકપોસ્ટ ઉપર પોલીસ કર્મીઓ વધારી દારૂની ખેપ અટકાવવા પ્રયાસો હાથ ધર્યો છે.