– કાઉન્ટીંગમાં કોંગ્રેસી કાર્યકરોએ ધક્કામુક્કી કરી હતી
વાપી : વાપીના સરવૈયાનગર ખાતે બિલ્ડીંગ નં.ડી-2માં રહેતા મુન્નાભાઇ ઉર્ફે તાહીર ખાનએ મંગળવારે ટાઉન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરી જણાવેલ કે, તેઓ ભાજપના કાર્યકર્તા છે.સરવૈયાનગર ના એમ.એમ.પાર્કમાં રહેતા સિદ્દીક અબ્દુલ, અજમલ ઇસરાર ખાન,સુફીયાન એહસાન અને મજીદ તથા એનો છોકરો કોંગ્રેસના કાર્યકર્તા હોય જે અદાવતે મંગળવારે કાઉન્ટીંગ માટે પુરૂષ અધ્યાપન ખાતે પહોંચતા આરોપીઓએ ફરિયાદીને માબેન સમાન બિભત્સ ગાળો આપી અને ત્યારબાદ જોઇ લઇશું કહી અંદર જતી વખતે ધક્કામુક્કી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદ સરવૈયાનગર જતા જ ફરિયાદીની બિલ્ડીંગ પાસે ફરી ગાળો આપી ફ્લેટ સામે ફટાકડા ફોડી ફરિયાદીની પત્નીને બિભત્સ ગાળો આપી હવે તુ બહાર નીકળ પછી તને બતાવીએ છીએ જેવી ધમકી આપી હતી.જે અંગે ઉપરોક્ત આરોપીઓ તેમજ અન્ય 25 માણસો સામે કાયદેસર ગુનો નોંધી પગલા લેવા અપીલ કરાઇ છે.


